અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મિલવાકુના એક મોલમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં 8 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓ અને સાક્ષીઓના જણાવ્યા અનુસાર હુમલો કરનાર ગોળીબાર કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ ઘટના મિલવાકુથી સાત કિલોમીટર દૂર વૌવાતોસામાં સ્થિત મોલની છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલો કરનાર તેની ઉંમરના ત્રીજા કે ચોથા દાયકામાં હતો.
હજી સુધી ફાયરિંગના કારણા જાણી શકાયું નથી. તમામ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાંથી કોઈ પણ જીવ જોખમમાં નથી. ઘાયલોમાં 7 યુવકો અને એક કિશોર છે.
મોલ તેમજ નજીકની શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે. પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ નથી.
શોપિંગ મોલે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, “અમારા મહેમાનો અને ભાડુતીઓએ આજે આ હિંસાનો સામનો કરવો પડ્યો છે તે જોઈને અને ગુસ્સો અનુભવવાથી અમને દુ:ખ થાય છે. અમે વાવાતોસા પોલીસ વિભાગનો આભાર માનીએ છીએ અને અમે તેમની સાથે તપાસમાં સહયોગ આપી રહ્યા છે. હાલમાં મેફેયર બંધ છે.”
