બોલિવૂડ એક્ટ્રેસ ઉર્મિલા માટોંડકરે પોતાની નવી રાજકીય ઇનિંગ્સ શરૂ કરી દીધી છે. તે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં સામેલ થઈ છે. ગયા વર્ષે કોંગ્રેસમાં જોડાઇને ઉર્મિલાએ લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ મુંબઇ ઉત્તર મતદાર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીના ગોપાલ શેટ્ટી સામે મળેસી હાર બાદ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.
સપ્ટેમ્બર 2019થી 30 નવેમ્બર સુધી, ઉર્મિલાએ ઘણી વખત નકાર્યું હતું કે, શિવસેનામાં જોડાવાની તેમની કોઈ યોજના છે, જોકે, આ મામલે મીડિયા અને રાજકીય વર્તુળોમાં તેની ચર્ચા થઈ હતી.

આ પહેલા મુખ્યમંત્રીના સહાયક હર્ષલ પ્રધાને આઈએએનએસને જણાવ્યું હતું કે, “ઘણી બાબતોને મોડી રાત્રે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તે મંગળવારે મુખ્યમંત્રી ઠાકરે અને પાર્ટી અધ્યક્ષની હાજરીમાં શિવસેનામાં સત્તાવાર રીતે જોડાશે.”
મીડિયાના પ્રશ્નોનો અંત વિરામ આપવા શિવસેનાના સાંસદ અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે પણ સોમવારે કહ્યું હતું કે “તેઓ પહેલેથી જ શિવ સૈનિક છે, ઓપચારિક જાહેરાતની રાહ જુએ.” એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવસેના ઉર્મિલાને વિધાન પરિષદમાં મોકલવાની તૈયારી કરી રહી છે. રાજ્યપાલના ક્વોટામાંથી કાઉન્સિલમાં નિયુક્ત થનારા 12 સભ્યોના નામની સૂચિ મહાવીકસ આગડી સરકારેની તરફથી ર્મિલાના નામ સહિત રાજ્યપાલ ભગતસિંહ કોશ્યરીને મોકલી હતી.
