ફેસબુકની સહયોગી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન આવતા દિવસોમાં વોટ્સએપ યૂઝર્સો માટે ઘણી મનોરંજક સુવિધાઓ લાવી રહી છે. આ સુવિધાઓ રોલઆઉટ પછી, વોટ્સએપ પર ચેટ કરવામાં વધુ આનંદ થશે.
વોટ્સએપ તેના યૂઝર્સો માટે અદૃશ્ય મેસેજ અને ડાર્ક મોડ જેવી સુવિધાઓ લાવ્યું હતુ. જેને યૂઝર્સે ખૂબ પસંદ કર્યું છે. ચાલો હવે નવા ફીચર્સ વિશે જાણીએ.
વોટ્સએપ ફીચર્સ ટ્રેકર WABetaInfo ના રિપોર્ટ અનુસાર, વોટ્સએપ એન્ડ્રોઇડના 2.20.207.2 બીટા વર્ઝનમાં વીડિયોને મ્યૂટ કરવાની ક્ષમતાવાળી સુવિધા જોવા મળી છે. આ સુવિધાની મદદથી યૂઝર્સ વીડિયોને શેર કરતાં પહેલાં અથવા વીડિયોને સ્ટેટસ પર મૂકતા પહેલા મ્યૂટ કરી શકે છે. હાલમાં આ નવી સુવિધા વિકાસના તબક્કામાં છે.
WABetaInfo દ્વારા શેર કરેલા સ્ક્રીનશોટ મુજબ સ્પીકર આયકન પર ક્લિક કરી વીડિયો મોકલતા પહેલા તેને મ્યૂટ કરી શકો છો.
WABetaInfo ના રિપોર્ટ અનુસાર વોટ્સએપ નવી રીડ લેટર ફીચર પર કામ કરી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે હાલની આર્કાઇવ ચેટ્સ સુવિધાને બદલશે. નવી વોટ્સએપ સુવિધા આઇફોનનાં વોટ્સએપ 2.20.130.16 બીટાનો એક ભાગ છે.
