ઉત્તર પ્રદેશમાં ડોકટરો માટે બન્યો નવો નિયમ, અધવચ્ચે નોકરી છોડી તો થશે આવી સજા

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે, રાજ્યમાં પીજી કરનારા ડોક્ટરોએ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સરકારી નોકરી કરવી પડશે. જો ડોક્ટરોએ વચ્ચેથી નોકરી છોડી દીધી તો તેમને એક કરોડનો દંડ ભરવો પડશે.

આ આદેશ સ્વાસ્થ્ય વિભાગના મુખ્ય સચિવ તરફથી 9 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યો છે અને આ હુકમ તમામ હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યો છે.

સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ ઉપરાંત NEET માં માફી પણ અપાઇ છે. જેથી સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાંત ડોકટરોની કમી પુરી થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap