દેશની સેનાની ગુપ્ત માહિતી પાકિસ્તાનની જાસૂસી એજન્સીઓને પહોંચાડનાર સેનાના એક જવાન સૌરભ શર્મા તેમજ ગોધરાના શખ્સ અનસ ગીતેલીની ઉત્તરપ્રદેશ ATSની ટીમે ધરપકડ કરી છે. તેમા ગોધરાથી પકડાયેલો આરોપી અનસ ગીતેલીને ટ્રાન્ઝિન્ટ રિમાંડના આધારે લખનઉ ખાતે લઈ જવાયો છે. આ પહેલા પણ ગોધરાથી સપ્ટેમ્બર મહિનામાં તેના મોટાભાઇ ઇમરાન ગીતેલીની NIA દ્વારા ધરપકડ કરવામા આવી હતી.
પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓને ગુપ્ત માહિતી પહોચાડવાનો મામલો
દેશની ગુપ્ત માહિતીઓ પહોચાડવી એ ગંભીર ગુનો બને છે.છતા દેશમા એવા પણ કેટલાક લોકો પણ હોય છે.જે પૈસાની લાલચમા પોતાના ઇમાનને વેચીને દેશની ગૂપ્ત માહિતી દૂશ્મન દેશ સુધી પહોંચાડે છે. દેશની ગુપ્ત માહિતી પહોંચાડવા બદલ ઉત્તર પ્રદેશની ATSની ટીમે ઉત્તર પ્રદેશના બિહુ ગામના એક સૈનિક તેમજ ગોધરાના અનસ ગિતેલીને ઝડપી પાડ્યા છે.
સેનાના એક પુર્વ સૈનિકની સંડોવણી બહાર આવી
ઉત્તર પ્રદેશની એટીએસની ટીમને મિલીટ્રી ઇન્ટીલીજન્સ લખનઉ તરફથી મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામા આવી.જેમા ચોકાવનારી વિગતો બહાર આવી કે પૈસાની લાલચમાં સૌરભ શર્મા ( રહે.ઉત્તર પ્રદેશ) નામનો પુર્વ સૈનિક સામેલ છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થાઓના કહેવાથી સૌરભ શર્માને બેંક ખાતામા પૈસા જમા કરાવ્યા હોવાની વિગતો બહાર આવી હતી
ગોધરા આવીને UP ATSની ટીમે અનસ ગીતેલીને દબોચ્યો
સમગ્ર જાસુસીકાંડમાં ગોધરાનુ કનેકશન બહાર આવતા UP ATSની ટીમે ગોધરા આવીને સ્થાનિક એસઓજી પોલીસ ટીમની મદદથી અનસ ગિતેલીઁને ઝડપી પાડવામા આવ્યો હતો.અને ટ્રાન્જિસ્ટ રિમાંડ મેળવીને તેને લખનઉ ખાતે લઈ જવાયો છે.
અનસ ગિતેલીના ભાઇની પણ NIAએ ધરપકડ કરી હતી
આ પાકિસ્તાનને ગૂપ્ત જાસુસી પહોચાડવાના મદદગાર તરીકે અનસ ગિતેલીની UP એટીએસ દ્વારા ધરપકડ કરવામા આવી છે.આજ અનસ ગીતેલીના મોટાભાઈ ઈમરાન ગીતેલીની સપ્ટેમ્બર મહિનામા જળસેનાની ગુપ્ત માહિતી આપવા બદલ ગત સપ્ટેમ્બર માસમા ધરપકડ કરવામા આવી હતી.આમ જાસુસીકાંડમા બે ભાઈઓની સંડોવણી બહાર આવી છે.
