ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં IFFCO(ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોરપોરેટિવ લિમિટેડ)ના પ્લાનમાં ગેસ લીક થતા બે લોકોના મોત નીપજ્યા છે. પ્રયાગરાજના ફૂલપુર વિસ્તારમાં યૂરિયા બનાવતી IFFCOના પ્લાન્ટમાં મોડી રાત્રે એમોનિયા ગેસ લીકેજ થવાનુ શરૂ થયું હતું. જે બાદ પ્લાન્ટમાં અફરાતફરી મચી હતી, આ ઘટનામાં આસિસ્ટન્ટ મેનેજર અને ડેપ્યુટી મેનેઝરના મોત નીપજ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં કામ કરતા 15 જેટલા લોકોની તબિયત વધુ ગંભીર છે અને તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો, ઘણા બીમાર કર્મચારીઓની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
પ્રયાગરાજના ડીએમ ભાનું ચંદ્ર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ફૂલપુરમાં IFFCO પ્લાન્ટમાં ગેસ લીક થયા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે અને તેને ધ્યાનમાં રાખીને પ્લાનને બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી ગેસ લીકેજ બંધ થઈ જાય.
જણાવી દઈએ કે, આ ઘટનામાં આસિસ્ટન્ટ મેનેજર વીપી સિંહ અને ડિપ્યુટી મેનેજર અભયનંદનનું મોત નીપજ્યું છે. આ મામલે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને તપાસના આદેશ આપ્યા હતાં.
