પંચમહાલ: જિલ્લાના ગોધરા ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની ચેરમેન પદની આજે ચુટણી યોજાઈ હતી,જેમા ચેરમેન પદે આજે ફરીથી રાજેન્દ્રસિંહ ચૌહાણ બિનહરીફ જાહેર થતા તેમનૂ સદસ્યો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા ફુલહારથી સ્વાગત કરીને અભિનંદન પાઠવામા આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન પદની આજે ચૂંટણી યોજાઈ હતી.ચૂંટણી અધિકારી જિલ્લા રજી સહકાર મંડળીઓ, વડોદરા ની દેખરેખ હેઠળ યોજવામાં આવી હતી.જેમા ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ વી. ચૌહાણની બિનહરીફ વરણી થઈ હતી.
APMC ગોધરામાં ત્રીજી વખત ચેરમેન પદે ચુટાયા હતા.તેમનુ સર્વ હોદેદારો રાજકીય આગેવાનોને ફુલહાર પહેરાવીને સ્વાગત કરીને અભિનંદન પાઠવ્યા હતા.રાજેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યુ હતુ કે “ખેડૂતની મહેનત અને પરસેવાની ફલશ્રુતિ ને તેમના પરિવાર સુધી પહોંચાડવા એપીએમસી કટિબદ્ધ છે.”
વધૂમા તેમને ભારતીય જનતા પાર્ટીનો તેમના પણ સતત ત્રણ વખત વિશ્વાસ મુકવા બદલ હદયપૂર્વક આભાર માન્યો હતો. અને સાથે તમામ હોદેદારો, ચૂંટાયેલા બજાર સમિતિના સભ્યો, સગંઠનના હોદ્દેદારોનો પણ આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ, ભારતીય જનતા પાર્ટીના મહા મંત્રી મેહુલભાઈ પટેલ, ગોપાલ ભાઈ શેઠ, સરદારસિંહ પટેલ પ્રમુખ ગોધરા તાલુકા ભાજપા, રામભાઈ ગઠવી, કિરીટ સિંહ ઠાકોર, મહામંત્રી ગોધરા તાલુકા ભાજપા, એપીએમસી ગોધરાના સદસ્યો, ભાજપા ના જિલ્લા અને તાલુકાના હોદેદારો, સરપંચો, તાલુકા સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહીને અભિનંદન પાઠવ્યા હતા.
