ભારતના આ મંદિરોમાં મળે છે અનોખો પ્રસાદ; ક્યાંક ચડાવે છે ‘નૂડલ્સ’ તો ક્યાંક ‘દારૂ’

આપણે જ્યારે ભગવાનના દર્શન માટે મંદિરે જઈએ છીએ ત્યાર મંદિરના પૂજારી પ્રસાદ આપે છે. પરંતુ તમે ક્યારે પણ નહી વિચાર્યું હોય કે,ભારતમાં એવા પણ મંદિરો છે,જ્યા પ્રસાદ રૂપી અવનવી ચીજો આપે છે.તો ચાલો જાણી આવા મંદિરો વીશે…

ભારતનું એક એવું મંદિર જ્યાં સીડી, ડીવીડી પ્રસાદમાં આપે છે

ભારતના આ મંદિરોમાં મળે છે અનોખો પ્રસાદ; ક્યાંક ચડાવે છે 'નૂડલ્સ' તો ક્યાંક 'દારૂ'

કેરળના ત્રિસુર મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓને પ્રસાદના રૂપમાં ધાર્મિક ચીજોથી ઓત-પ્રોત, સીડી, ડીવીડી પુસ્તકોનું વિતરણ કરવામાં આવે છે. આની પાછળની માન્યતા મંદિરના પ્રસાદને હાઈ-ટેક કરવાનું નથી, પરંતુ મંદિરના ટ્રસ્ટનું માનવુ છે કે, ધર્મ અને જ્ઞાનના પ્રચારથી વધીને કોઈ અન્ય પ્રસાદ ન હોય શકે.

આ મંદિરમાં ચોકલેટ પ્રસાદ તરીકે આપવામાં આવે છે

ભારતના આ મંદિરોમાં મળે છે અનોખો પ્રસાદ; ક્યાંક ચડાવે છે 'નૂડલ્સ' તો ક્યાંક 'દારૂ'

દેવી-દેવતાઓની પસંદ અને ભોગની વસ્તુઓ વિશે તમે જાણતા જ હશો. જેમ ગણેશ ભગવાનને લાડુ ગમે છે, શિવજી ભાંગ અને ધતુરો ચડાવવામાં આવે છે, પરંતુ દેશમાં એક એવું મંદિર પણ છે જ્યાં પુજારીઓ માને છે કે, જે મંદિરમાં બિરાજતા ભગવાનને ચોકલેટ પસંદ છે. કેરળના બાલાસુબ્રમણિયા મંદિર વિશે વાત કરી રહ્યા છે, જ્યાં બાલામુરુગન ભગવાનને પ્રસાદ તરીકે ચોકલેટ અર્પણ કરવામાં આવે છે, અને માત્ર ચોકલેટનો જ પ્રસાદ વહેંચવામાં આવે છે.

કાળી મંદિરમાં નૂડલ્સ ભોગ આપવામાં આવે છે

ભારતના આ મંદિરોમાં મળે છે અનોખો પ્રસાદ; ક્યાંક ચડાવે છે 'નૂડલ્સ' તો ક્યાંક 'દારૂ'

ભારતમાં કાળી માતાના ઘણા મંદિરો હશે, પરંતુ કોલકાતામાં એવું એક મંદિર છે જેને ચાઇનીઝ કાળી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કોલકાતાના ટેંગરા વિસ્તારમાં સ્થિત કાળી જીના મંદિરના ભક્તોમાં ચીની લોકોની સંખ્યા વધુ છે. તેના કારણે આ મંદિરનો પ્રસાદ પણ અનોખો છે. તમને જણાવી દઈએ કે આ મંદિરમાં નૂડલ્સ, ચોખા અને શાકભાજીનો ભોગ આપવામાં આવે છે.

આ મંદિરમાં ઢોસા પ્રસાદ અનોખો છે

ભારતના આ મંદિરોમાં મળે છે અનોખો પ્રસાદ; ક્યાંક ચડાવે છે 'નૂડલ્સ' તો ક્યાંક 'દારૂ'

દક્ષિણ ભારતના તમિલનાડુના મદુરાઇમાં ભગવાન વિષ્ણુના અલાગાર મંદિરમાં ઢોસાનો પ્રસાદ તરીકે ચડાવવામાં આવે છે.

પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે દારૂ

ભારતના આ મંદિરોમાં મળે છે અનોખો પ્રસાદ; ક્યાંક ચડાવે છે 'નૂડલ્સ' તો ક્યાંક 'દારૂ'

તમે ગંગા જળ, દૂધ, મધ, ધતુરા, ગાંજા વગેરે શિવ મંદિરના શિવલિંગ ઉપર ચડતા જોયા હશે, પરંતુ ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક એવું મંદિર પણ છે જ્યાં શિવલિંગ પર દારૂ ચડાવવામાં આવે છે. ખાસ વાત છે કે તે જ દારૂ મંદિરના પરિસરમાં હાજર વાંદરાઓને આપવામાં આવે છે, જેને વાંદરાઓ પણ ખૂબ જ ઉત્સાહથી પીવે છે. તમને જણાવી દઈએ કે, આ મંદિર ખાબીસ બાબા તરીકે ઓળખાય છે. માન્યતા મુજબ ખાબીસ બાબાને ભૈરવ બાબાનું સ્વરૂપ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap