લ્યો બોલો ! ખેડૂત આંદોલનને લઇને કેન્દ્રીય મંત્રીએ આપી દીધું કંઇક આવું નિવેદન

છેલ્લા 15 દિવસોથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ઘણી વખત વાતચીતો થઈ પરંતુ કોઈ નિર્ણય આવ્યો નહતો. ત્યારે હવે આ મુદ્દે કેન્દ્રીયમંત્રી રાવ સાહબ દાનવે ખેડૂતોના આ આંદોલનની પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું જણાવ્યું છે. રાવ સાહબ દાનવેએ કહ્યું કે, આંદોલનની પાછળ ચીન અને પાકિસ્તાનનો હાથે છે.

રાવ સાહબ દાનવેએ બુધવારે ઔરંગાબાદમાં એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ઉદ્ધઘાટન સમારોહમાં ગયા હતા,ત્યા તેમણે જણાવ્યું હતું કે, દિલ્હી નજીક ચાલી રહેલા ખેડૂત આંદોલનની પાછળ પાકિસ્તાન અને ચીનનો હાથે છે.

જોકે,રાવ સાહબ એકલા એવા મંત્રી નથી, જેમણે ખેડૂતોના આંદોલનની પાછળ પાકિસ્તાનનો હાથ નજર આવી રહ્યો છે. આ પહેલા હરિયાણાના કૃષિ મંત્રી જેપી દલાલ પણ ખેડૂતોના આંદોલનની પાછળ વિદેશી તાકતો સાથે ચીન અને પાકિસ્તાનનો પણ હાથ હોવાનું જણાવ્યું હતું.

ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો ખેડૂતને આગળ લઈ દેશમાં અસ્થિરતા લાવવા માંગે છે. મોદી લાદવામાં આવેલા નેતા નથી. તેને હજી પણ લોકોનો ટેકો મળી રહ્યો છે. આ કાયદો લાવ્યા બાદ પણ લોકોએ જબરદસ્ત સમર્થન આપ્યો છે. શું તેઓ ખેડૂત નથી? જો ખેડૂતો રસ્તા પર આવે છે, તો તે રસ્તા પર અથવા સંસદમાં નિર્ણય લેવામાં આવશે.

જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહે ખુદ દરમિયાનગીરી કરી છે, 5 રાઉન્ડની વાટાઘાટો થઈ હતી અને ખેડૂતોની માંગણીઓ સમક્ષ કેટલીક બાબતો પર સહમતી આપવાની ખાતરી આપવાના પ્રસ્તાવને પણ ખેડૂત નેતાઓએ નકારી કાઢ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap