આંણદ: પશુપાલન અને ડેરી વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ આજે આંણદની મુલાકાતે આવ્યા હતાં. તેમણે બાયોગેસ પ્લાન્ટનું નિરીક્ષણ અને લાભાર્થીઓ સાથે સંવાદ કરીને એનડીડીબી મુલાકાત લીધી હતી.
આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સુરત પાસે બીજી આઇવીએફ ટ્રીટમેન્ટ લેબ શરુ કરવામાં આવશે અને ખેડૂતોને ૬૦ વર્ષની ઉંમર બાદ ૩૦૦૦નું પેન્શન મળે તેવું આયોજન કરાશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વધુમાં વધુ ખેડૂતો માટે પેન્શન યોજના તૈયાર કરવામાં આવશે અને જો જરુર પડશે તો ખેડૂતોના પેન્શન માટે કાયદો પણ બનાવામાં આવશે.
ખેડૂત આંદોલનને લઇને પોતાની પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે, સરકારના દરવાજા ખેડૂતો સા઼થે ચર્ચા માટે હંમેસા ખુલ્લા છે અને એમએસપી લાગુ થઇને રહેશે.
