ઉના: વ્યાજપુર નજીક ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત, ટ્રક ચાલકનું મોત

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના પંથકમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી જેમાં નાના મોટા અકસ્માત રોજીંદા બની ગયા હોય, તેમ ઉના ભાવનગર હાઇ-વે રોડ પર પથ્થર ભરેલો ટ્રક ચાલકે સ્ટેરીંગનું કાબુ ગુમાવી દેતા ટ્રક પાલ્ટી ખાતા પોતાનો જીવ બચાવવા કુદકો મારતા ટ્રકના વીલ નીચે આવી જતાં ધટના સ્થળેજ મોત નિપજ્યુ હતું.

પ્રાપ્ત વિગત મુજબ ગીગાભાઇ રૂખડભાઇ ચૈહાણ ઉ.વ.55 રહે. ભાટીકડા તા.મહુવા તેવો ટ્રક નં.જીજે 14 ટી 4647માં પથ્થરો ભરીને મહુવા તરફ જતા હતા. એ દરમ્યાન ઉના નજીક વ્યાજપુર ગામ પાસે ટ્રકનું સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા કાર ચાલકને બચાવવા જતાં ટ્રક પલ્ટી મારી ગયેલ હતી. જ્યારે ટ્રક પલ્ટી ખાતા ડ્રાઇવર પોતાનો જીવ બચાવવા કુદકો મારતા ટ્રકના પાછળનું વીલ શરીર પર ફરી વળતા ગીગાભાઇનું ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો પણ આબાદ બચાવ થયો હતો. જોકે કારને નુકશાન થયેલ હતું.

પથ્થર ભરેલો ટ્રક પલ્ટી ખાતા રસ્તા પરજ પથ્થરો વેરાય ગયા હતા. આ અકસ્માત થતાં વાહન ચાલકો તેમજ આજુબાજુ માંથી લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા. આ ધટનાની જાણ પોલીસને કરાતા સ્થળ પર દોડી ગયેલ અને મૃતદેહને ખાનગી વાહનમાં ઉના સરકારી હોસ્પીટલે પી.એમ માટે ખસેડેલ હતો.

આ બનાવની જાણ મૃતકના પરીવારને કરતા તેમના પુત્ર તાત્કાલીક ઉના દોડી આવેલ હતા. અને પોતાના ગામે મૃતદેહને મોકલી આપેલ હતો. આ અંગેની પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસ તપાસ હાથ ધરેલ છે.

તેમજ ઉનાના વાંસોજ ઓલવાણ રોડ પર ગત રાત્રીના સમયે બાઇક નં. જીજે 11 કેકે 9727 પર ડબલ સવારીમાં બે યુવાનો તડ ગામે જતાં હતા. એ દરમ્યાન બાઇક સ્લીપ થતાં બાઇક પાછળ બેઠેલ નવીનકુમાર સીપાઇલાલ રહે. હાલ તડ નવાપરા વિસ્તારમાં મૂળ.વતન મીરાયૈ પોસ્ટ.બહારપુર જી.ઇટાવા રાજ્ય ઉત્તરપ્રદેશ વાળાનુ બાઇક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ જ્યારે વધુ સારવાર માટે વેરાવળ રીફર કરેલ જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે બાઇક ચાલકને પણ ઇજા થતાં હોસ્પીટલે ખસેડેલ છે. આ અંગે નવાબંદર મરીન પોલીસમાં મૃતકની પત્નિએ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap