ઉના: ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લેતા માતાની નજર સામે પુત્રીનું કમકમાટી ભર્યું મોત

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના પંથકમાં અકસ્માતની ધટનાઓ દિન પ્રતદિન વધી રહી છે. અને ઉના બાયપાસ રોડનું કામ લાંબા સમયથી શરૂ હોય જેથી મોટા ટ્રકો શહેરમાંથી બેફામ રીતે ચલાવી પસાર થતા હોય છે. ત્યારે બપોરના સમયે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતાં અકસ્માત સર્જાતા માતાની નજર સામે પુત્રીનું કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે માતાને માથાના ભાગે ઇજા થતા સારવાર અર્થે હોસપીટલે ખસેડાયેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ માનસીબેન હિતેષભાઇ જનાણી ઉ.વ.15 તેમજ વૈશાલીબેન હિતેષભાઇ જનાણી માતા પુત્રી પોતાના ધરેથી પ્રસંગમાં જમવા જતાં હતા. ત્યારે ઊના શહેરમાં વેરાવળ રોડ પર આવેલ રેલ્વે ફાટક નજીક ટ્રક ચાલક નં.જી.જે.12 બીટી 5292 ના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઇક પર સવાર માનસીબેન ટ્રકના પાછલા વીલમાં આવી જતાં તેનું ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.

જ્યારે માતા વૈશાલીબેનને માથાના ભાગે ઇજા થતા સારવાર અર્થે સરકારી હોસ્પીટલે તાત્કાલીક ખસેડાયેલ છે. જોકે માતાની નજર સામે પુત્રીનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતી. યુવતીના મૃતહેદને ઉના સરકારી હોસ્પીટલે પી એમ માટે ખસેડાયેલ છે.

જો કે આ બનાવની જાણ તેમના પરીવારજનો તેમજ સંબંધીઓને થતા હોસ્પીટલે દોડી ગયા હતા. આ બનાવ અંગે ઉના પોલીસમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હોવાનું જાણવા મળેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap