ઉના: કોબ ગામની દરીયાઇ ખાડી માંથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: કેન્દ્ર શાસીત દીવ માંથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ દિવથી દારૂની સપ્લાય કરતા અવનવા પેતરા બુટલેગરો અજમાવી દરીયાઇ ખાડી માંથી દારૂની સપ્લાય કરતા હોવાની બાતમી આધારે કોબ ગામની દરીયાઇ ખાડી કાઠેથી વિદેશી દારૂનો જથ્થો સાથે ત્રણ શખ્સોને મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી અને દારૂ મંગાવનાર શખ્સને ઝડપી પાડવા તજવિજ હાથ ધરી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભાણાભાઇ ઉર્ફે બાવો ભગવાનભાઇ કામળીયા રહે.ચીખલી, રાજેશભાઇ પોલાભાઇ ભાલીયા રહે.કોબ, તેમજ ભરતભાઇ ઉર્ફે ચીકુ સરમણભાઇ સોલંકી રહે.કોબ વાળાઓએ ગે.કા. વગર પાસ પરમીટે દારૂની સપ્લાય કરતા હોય જેતી બાતમી આધારે નવાબંદર મરીન પોલીસે કોબ ગામની દરીયાઇ ખાડી કાંઠેથી વિદેશી દારૂ બોટલો તેમજ બીયરના ટીન મળી કુલ નં. 290 કિ.રૂ. 26,300 તેમજ 3 મોબાઇલ સહીતનો કુલ કિ.રૂ. 28,૩૦૦ ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી કરી હતી. અને દારૂ મંગાવનાર પુંજાભાઇ લાખભાઇ બારીયા રહે-કોબ વાળાને પકડવા નવાબંદર મરીન પોલીસે તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap