ઉના: નગર પાલીકાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ જાણો કોના કોના ફોર્મ થયા રદ

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના નગર પાલીકાની 9 વોર્ડની 36 બેઠકના કુલ 90 ફોર્મ ભાજપ,કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, તેમજ અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં વોર્ડ નંબર 1 માં મેન્ડેટ રજુ ન કરાતા એક ફોર્મ રદ કરાયું હતું. વોર્ડ નં.6માં એક ફોર્મમાં બહુજન મુક્તી પાર્ટી ચૂંટણીપંચ માન્ય ન હોય જેથી રદ કરાયુ હતું. તેમજ વોર્ડ નં.9માં એક ફોર્મ ટેકનિકલ કારણોસર રદ થયેલ આમ નગર પા.ચૂંટણીમાં 6 ફોર્મ રદ કરેલા છે. ત્યારે 87 ફોર્મ માન્ય રહ્યા હોય તા.16 ફેબ્રુ.ના ફોર્મ ખેચવાનો દિવસ હોય ત્યારે કેટલા ફોર્મ ખેચાય બાદમાં ન.પાલીકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

જીલ્લા પંચાયતની સાત બેઠક માટે 24 ફોર્મ ભરાયા હતા. જેમાં 4 ડમી ફોર્મ રદ થતાં 20 ફોર્મમાં ભાજપના 9, કોંગ્રેસના 10 તેમજ આમ આદમી પાર્ટીનું 1 ફોર્મ માન્ય રહ્યુ હતું. તાલુકા પંચાયતની 26 બેઠક પર 78 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 16 ફોર્મ રદ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનું મેન્ડેટ રજુ ન થતા ફોર્મ રદ કરવામાં આવેલ. હવે ફોર્મ ખેચવાના અંતિમ દિવસે ફોર્મ ખેચાશે. બાદમાં ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. હાલ તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો ચુંટણી જંગ જામશે. જ્યારે ઉના ન. પાલીકાના 9 વોર્ડમાં ભાજપ દ્વારા તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવામાં આવેલ છે. જ્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અન્ય પક્ષોએ પુરતા ઉમેદવારો પણ ઉભા રાખી શકેલ નથી.

ન.પા.ના 9 વોર્ડમાં 84 ફોર્મ માન્ય

ભાજપના 36, કોંગ્રેસના 31, આપ.ના 10, સમાજવાદી પાર્ટી 1, અપક્ષના 6 ફોર્મ મળી 84 ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે ભાજપે વોર્ડ નં. 5 માં 7 ફોર્મ ભર્યા હતા જેમાં 3 રદ અને 4 માન્ય રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાં વોર્ડ નં. 1 માં 4 ફોર્મ ભર્યા હોય જેમાં 1 ફોર્મ રદ થયુ છે. વોર્ડ નં.7 માં આમ આદમી પાર્ટીએ 3 ફોર્મ ભર્યા હતા જેમાંથી 1 ફોર્મ રદ થયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap