ઉના: આકાશમાં ઉડતો બગલો અચાનક નીચે પડતા મોત, તંત્રમાં દોડધામ મચી

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉનાના નવાબંદર ગામે આકાશમાં ઉડતો બગલો નીચે પડી મોત નિપજતા બ્લર્ડ ફ્લુની આશંકા જોવા મળી હોય તેમ તાત્કાલીક આરોગ્ય વિભાગ અને પશુપાલક વિભાગ સ્થળે પર દોડી જઇ મૃત બગલાનું સેમ્પલ લઇ લેબ ખાતે મોકવામાં આવ્યો છે.

નવાબંદર ગામે બપોરના સમયે અચાનક આકાશમાં ઉડતો બગલો નીચે પડી જતાં અને બગલાનું મોત થતાં આ વિસ્તારના લોકો એકત્ર થઇ થયેલ હતા. અને આ બાબતે આજુબાજુના જાગૃત યુવાનો દ્વારા આરોગ્ય વિભાગને જાણ કરતા ધટના સ્થળે દોડી ગયેલા અને પશુપાલક વિભાગે જાણ કરતા વેટનરી ડોક્ટર સહીતની ટીમ તાત્કાલીક નવાબંદર ગામે પહોચી ગયેલ અને મૃત બગલાના સેમ્પલ લઇ લેબ ખાતે મોકલી આપેલ છે.

જોકે થોડા દિવસ પહેલાજ ઉનાના ચીખલી ગામે મરધાને બર્ડ ફ્લુ પોઝીટીવ આવતા અને આજુબાજુના વિસ્તારમાંથી 200 થી વધુ મરધાઓને નાશ કરી દીધેલ હતો. નવાબંદરમાં આજે અચાનક ઉડતો બગલો નીચે પડતા બર્ડ ફ્લુની આશંકાને ધ્યાને રાખી પશુપાલન વિભાગે સેમ્પલ લઇ લેબમાં મોકલી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap