સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા લેવાયો ઐતિહાસિક નિર્ણય, ભાંગને ડ્રગ્સના લિસ્ટમાંથી હટાવી

ભાંગને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં દવા તરીકે માન્યતા આપવામાં આવી છે. આ માન્યતા સભ્યોના મતદાન બાદ આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના નિષ્ણાતોની ભલામણ બાદ આ નિર્ણય લીધો છે.

આ સંદર્ભે, યુએન ડ્રગ કમિશને ભાંગને હેરોઈન જેવી જોખમી દવાઓની લિસ્ટમાંથી હટાવી દેવામાં આવી છે. પહેલા તેને ડ્રગ્સની લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જણાવી દઈએ કે, આ લિસ્ટમાં દવાઓ રાખવામાં આવી છે જે ખૂબ જ માદક દ્રવ્યો અને માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. આ દવાઓના તબીબી ફાયદા ઓછા છે. ભાંગને હવે આ લિસ્ટમાંથી દૂર કરવામાં આવી છે.

પરંતુ યુએનના કાયદામાં ભાંગને હજી પણ બિન-મેડિકલ ઉપયોગ માટે પ્રતિબંધિત દવા માનવામાં આવશે. તમને જણાવી દઈએ કે, મત આપ્યા બાદ તેને લિસ્ટમાંથી દૂર કરવામાં આવી છે. તેના પક્ષમાં 27 દેશોએ અને 25 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટને આ મતદાન દરમિયાન તેને ઐતિહાસિક નિર્ણય લેતા બદલાવની તરફેણમાં મત આપ્યો હતો. જ્યારે ભારત, પાકિસ્તાન, નાઇજીરીયા અને રશિયાએ આ પરિવર્તનનો સખત વિરોધ કર્યો હતો.

ત્યારે નિર્ણય બાદ ભાંગથી બનતી દવાઓના ઉપયોગમાં વધારો થઈ શકે છે. સાથે ભાંગથી સંબંધિત વૈજ્ઞાનિક સંશોધનને પણ વેગ મળી શકે છે. એટલું જ નહીં, યુએનના આ નિર્ણય બાદ એવું પણ માનવામાં આવે છે કે બીજા ઘણા દેશો પણ ભાંગ અને ગાંજાના ઉપયોગને લઈને તેમની નીતિ બદલી શકે છે.

આ નિર્ણય બાદ, અન્ય દેશોમાં ભાંગ અને ગાંજાના મેડિકલ ફાયદાઓ વિશે પણ ચર્ચાઓ તીવ્ર બની છે. હવે, 50થી વધુ દેશો ભાંગના મેડિકલ મૂલ્યને સમજી ચૂક્યા છે અને તેને અમુક પ્રકારના ઉપયોગ માટે અને કોઈપણ રીતે કાયદેસર બનાવ્યો છે.

જણાવી દઈએ કે કેનેડા, ઉરુગ્વે અને અમેરિકાના 15 રાજ્યોમાં ભાંગના રિક્રિએશનલ અને મેડિકલ ઉપયોગને કાયદેસર ઠેરવ્યા છે. તો ઘણા રિપોર્ટ્સમાં દર્શાવે છે કે, ભારતમાં, દિલ્હી અને મુંબઇ જેવા શહેરોમાં ગેરકાયદેસર ગાંજાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે દેશમાં તેના પર પ્રતિબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap