ધોકડવા-બેડીયા રોડ પર ટ્રકે બાઇકને હડફેટે લેતા બે યુવાનોના કમકમાટી ભર્યા મોત

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના ધોકડવા-બેડીયા રોડ પર ગત મોડી રાત્રીના ટ્રક ચાલકે ઉના તરફ ડબલ સવારી કરી આવતા બાઇકને હડફેટે લેતા બે યુવાનોના ધટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજતા અરેરાટી ફેલાયેલ હતી.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ધોકડવા નજીક જીજે 14 ઝેડ 5885 નંબરનો ટ્રક બેડીયા તરફ જતો હોય અને સામેથી ધોકડવા તરફ બાઇક ચાલક કિરીટસિંહ ભીમસિંહ માંબોજા ઉ.વ.34 તેમજ તેની સાથે રહેલા વિષ્ણુભાઇ કાળીદાસ રાઠોડ ઉ.વ.20 રહે. બન્ને કેસવાન જી. ભરૂચ વાળાને બે ફીકરાઇ અને ગફલતભરી રીતે ટ્રક ચાલકે ચલાવી બાઇકને હડફેટે લેતા બન્ને યુવાનોના ધટના સ્થળ પર ગંભીર ઇજા થવાના કારણે કરૂણ મોત નિપજ્યા હતા.

આ અકસ્માતની જાણ આજુબાજુ વિસ્તારોમાં થતાં લોકો તાત્કાલીક દોડી આવી બન્ને મૃતક યુવાનોને ગીરગઢડા સરકારી હોસ્પીટલમાં પી એમ માટે ખસેડાયેલ છે. આ અંગે વધુ મળતી વિગત મુજબ બન્ને યુવાનો ઉના નજીક આવેલા સીએનજી કંપનીમાં કામ કરતા હોય અને બન્ને પોતાના વતન કેસવાન તા.જંબુસર, જી.ભરૂચ ગયેલા હોય અને ત્યાથી ગતરાત્રીના પોતાના કામ માટે ધોકડવા તરફ આવતા રસ્તામાંજ બન્ને બાઇક સવારને કાળ આંબી જતાં મોત નિપજ્યા હતા. તેમના પાસેથી મળેલ વિગતો પર પોલીસે તપાસ કરી તેમના પરીવારને ઉના આવવા જાણ કરતા મૃતકનો પરીવાર આવે ત્યાર બાદ તેની અંતિમવીધી માટે અને ફરીયાદ અંગેની કાર્યવાહી હાથ  ધરશે તેવો પોલીસ સુત્રએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap