પાણી ભરવા ગયેલી સગીરા પર હેવાનિયતની ઘટના, બે શખ્સોની પોલીસે કરી ધરપકડ

ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરા પાણી ભરવા માટે ઘરેથી નીકળી હતી અને સ્મશાન નજીક પાણી ભરવા ગઈ હોય. ત્યારે એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં એક શખ્શે દુષ્કર્મ આચર્યું હોય અને અન્ય શખ્શે તેની મદદ કરી હોવાની ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જે દુષ્કર્મની ફરિયાદ બાદ ટંકારા પોલીસ હરકતમાં આવી હતી. બનાવને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ આદરી હતી અને દુષ્કર્મ આચરનાર આરોપી ધર્મેશ જાદવભાઈ ભાગિયા અને મદદગારી કરનાર આરોપી મનોજ હેમંતભાઈ ગોસરા એ બંને ઇસમોને પોલીસે દબોચી લીધા છે.

રવિ નિમાવત, મોરબી: ટંકારા પંથકમાં તાજેતરમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ફરીથી દુષ્કર્મનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં પાણી ભરવા સ્મશાન નજીક ગયેલી સગીરાને એક ઇસમેં હવસનો શિકાર બનાવી હતી. તો અન્ય એક શખ્શે મદદગારી કર્યાની ફરિયાદ બાદ પોલીસ ટીમેં તુરંત તપાસ ચલાવી બંને ઈસમોને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના ગ્રામ્ય પંથકમાં રહેતી સગીરા પાણી ભરવા માટે ઘરેથી નીકળી હતી અને સ્મશાન નજીક પાણી ભરવા ગઈ હોય. ત્યારે એકલતાનો લાભ લઈને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેમાં એક શખ્શે દુષ્કર્મ આચર્યું હોય અને અન્ય શખ્શે તેની મદદ કરી હોવાની ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જે દુષ્કર્મની ફરિયાદ બાદ ટંકારા પોલીસ હરકતમાં આવી હતી. બનાવને પગલે ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે તપાસ આદરી હતી અને દુષ્કર્મ આચરનાર આરોપી ધર્મેશ જાદવભાઈ ભાગિયા અને મદદગારી કરનાર આરોપી મનોજ હેમંતભાઈ ગોસરા એ બંને ઇસમોને પોલીસે દબોચી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap