ભુજ એરફોર્સ નજીક ફોર્ચ્યુનર કારે બે બાઇકને લીધી અડફેટે, 3 યુવાનોના મોત

બિમલ માંકડ.કચ્છ: ભુજના એરફોર્સ નજીક ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં ફોર્ચ્યુનર કારે બે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. જેમાં મુળ ભુજ તાલુકાના દિનારા ગામના અને હાલ ભુજના આશાપુરા નગરમાં રહેતા બે બાઇકમાં સવાર કુલ ચાર યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ચાર પૈકી ગઇકાલે રાત્રીના સારવાર દરમિયાન અબ્દ્રેમાન સાલે સમા ઉ.વર્ષ.૩૫ નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતુ અને અન્ય ત્રણ યુવકોને સારવાર અર્થે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા અને વધુ સારવાર અર્થે તૈયબ રહીમ સમા ઉ.વર્ષ.૨૦ ને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

જો કે અકસ્માતમાં ગંભીર પ્રકાની ઇજાઓ પામેલા અન્ય બે યુવાનો હનીફ નૂરમામદ સમાં ઉ.વર્ષ.૧૭ અને મુસ્તાક સમાં ઉ.વર્ષ.૧૬ સારવાર દરમીયાન મૃત્યુ નીપજ્યાં છે. અને આ અકસ્માતનો કુલ મૃત્યુઆંક ત્રણ પર પહોચ્યો છે. બી-ડીવીઝન પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી ને અકસ્માત સર્જીને પુરપાટ ઝડપે કાર હંકારી જવાઇ હતી જે ફોર્ચ્યુનર કાર માધાપર નજીકથી મળી આવી છે.

ત્યારે થોડા દિવસ પૂર્વે ભુજ તાલુકાના ધોરડો પાસે અકસ્માત થયું હતું જેમાં અંજાર તાલુકાના સાપેડાની બે બહેનોના મૃત્યુ નિપજ્યા હતા અને અકસ્માત સર્જનાર ભુજની કાર અને માધાપરની મહિલા ચાલક વિરુદ્ધ આ બનાવને પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે ફરી એજ રોડ પર ગઇકાલે યમદૂત સમાન પુરપાટ સ્પીડથી હંકારી કોર્ચ્યુનર કારે ભુજના એરફોર્સ પાસે બે બાઇકોને જોરદાર ટક્કર મારી ત્રણ યુવાનોના કરુણ મૃત્યુ નિપજાવ્યા છે. ત્યારે ત્રણ-ત્રણ યુવાનોના મૃત્યુના બનાવથી પરિવારોમાં માતમ છાવયો છે.

અકસ્માત બાદ કારચાલક કાર લઇ ફરાર થઇ ગયો હતો પરંતુ પોલીસે તપાસ કરતા કાર નં જીજે.૧૨.ડીએમ.૬૨૯૯ માધાપર નજીકથી બિનવારસુ મળી આવી હતી ત્યારે કાર ચાલકને ઝડપીલેવા વધુ તપાસ હાથધરી છે અને અકસ્માત કઈ રીતે સર્જાયોતે અંગે બી ડીવીઝન પોલીસે ગુનોનોંધીને વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap