બિમલ માંકડ,કચ્છ: ગાધીધામ આદિપુરને જોડતાં ટાગોર રોડ પર એસપી ઑફિસ નજીક સાંજના ભાગે એક i20 કારના ચાલક પુરઝડપે કાર હંકારી અકસ્માત સર્જીને બે જણાને મોતને ઘાટ ઉતારી દીધા.
પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીધામ થી આદિપુર જતી એક i20 કાર જીજે.૧૨. ડીએમ.૯૩૫૦ ના ચાલકે બેફામ હંકારી પ્રથમ રસ્તો ઓળંગી રહેલા બાવરિયા મંજુબેન હરીમન નામના ૩૦ વર્ષીય મહિલાને ટક્કર મારી હતી અને ટક્કર માર્યાં બાદ કારની ઝડપ એટલી હતી કે કાર ફંગોળાઈ ગઈ હતી જેના કારણે આગળ જતાં એક્ટિવા ચાલક વિષ્ણુકુમાર બળદેવભાઈ રાઠોડ ઉ.વર્ષ.૪૨ને ટક્કર મારી હતી અને એક્ટિવ ચાલક પણ ફંગોળાઈ ગયો હતો.
આ અકસ્માતની ઘટનામાં મંજુબેન અને વિષ્ણુકુમાર બે જણના કરુણ મોત નીપજ્યાં હતા. ત્યારે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અકસ્માત સર્જી કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બનાવના પગલે સ્થળપર લોકોના ટોળાં પર એકઠાં થઈ ગયાં હતા. ઘટનાના સમાચાર મળતા આદિપુર પોલીસ સ્થળ પર દોળી ગઈ હતી. વધુ તપાસ કરતા મંજુબેન મૂળ રાજસ્થાનના વતની છે અને છૂટક નાની-મોટી ચીજવસ્તુ વેચતાં હતા.
તેઓ પાણી ભરીને આવતાં હતા ત્યારે કારચાલકે તેમને અડફેટે લીધા હતા. વિષ્ણુભાઈ રાઠોડ મૂળ રહે. માંડલ, અમદાવાદ કિડાણાની ગાયત્રી હાઉસીંગ સોસાયટીમાં રહેતા હતા અને કિડાણાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.
