પિતૃકાર્ય માટે મોરબી આવેલ બે પિતરાઈ ભાઈઓને નડ્યો અકસ્માત, બંનેના મોત

રવિ નિમાવત, મોરબી: મોરબીની માળિયા ફાટક નજીક સવારના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડબલ સવારી બાઈકને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું બે યુવાનોના મોત થયા હતા. જામનગરના રહેવાસી બે પિતરાઈ ભાઈઓ પિતૃકાર્ય અર્થે મોરબી આવ્યા હોય. ત્યારે અકસ્માત સર્જાયો હતો અને બે આશાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ગમખ્વાર અકસ્માતની મળતી માહિતી મુજબ મોરબીના માળિયા ફાટક પર આવેલ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો હતો જેમાં અજાણ્યા વાહનચાલકે ડબલસવારી બાઈકને ઠોકરે ચડાવ્યું હતું જે અકસ્માતમાં બાઈકસવાર બંને યુવાનના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતા અકસ્માતને પગલે બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા મૃતક યુવાનો ઋતિક પરેશભાઈ બજાણીયા (ઉ.વ.૨૦) અને હાર્દિક ધીરેન્દ્રભાઈ બજાણીયા (ઉ.વ.૧૯) બંને જામનગરના હાપા રેલ્વે કોલોનીના રહેવાસી હતા અને બંને પિતરાઈ ભાઈઓ પિતૃકાર્ય અર્થે મોરબી આવ્યા હતા.

આજે સવારના સુમારે બંને ભાઈ ઘૂટું ગામે આવેલ હરિઓમ પાર્ક સોસાયટીથી સો ઓરડી તરફ જવા નીકળ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક નાસી ગયો હતો. બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી અજાણ્યા વાહનચાલક સામે અકસ્માતનો ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap