કલોલમાં વહેલી સવારે બે મકાનોમાં થયું બ્લાસ્ટ, સામે આવ્યું આ કારણ

ગાંધીનગર: વહેલી સવારે કલોલની ગાર્ડન સિટી સોસાયટીમાં બે મકાનોમાં અચાનક બ્લાસ્ટ થયા હોવાની ઘટના સામે આવી છે. આ બ્લાસ્ટ થતાજ આસપાસમાં અફરાતફરી મચી હતી અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના જાણ પોલીસ અને ફાયર વિભાગને થતા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.

મળતી માહિતી મુજબ, મકાનમાં બ્લાસ્ટ ઘટના મકાનની નીચેથી પસાર થતી કોઈ ગેસલાઈન લીકેજ થઈ હોઈ અને જેને લીધે આ બનાવ બન્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ દટાઈ હતી તેમજ તાત્કાલિક બહાર કાઢી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.

આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે, આસપાસના વિસ્તારના લોકો પોત-પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બ્લાસ્ટના કારણે આસપાસના વિસ્તારમાં આવેલા મકાનોની બારીઓના કાચ પણ તૂટી ગયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap