અમદાવાદમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અમદાવાદમાં નારણપુરામાં એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે બર્થડે પાર્ટીમાં કેન્ડલને ફૂંક મારતા 22 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ગયા.
જે યુવકનો બર્થડે હતો, તે કોરોનાથી સંક્રમિત હતો, પરંતુ તેને કોરોના છે તે અજાણ ન હતો. યુવકે કોરોના ટેસ્ટ કરાવ્યો અને પોઝિટિવ આવતાં તેણે પાર્ટીમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવવા જાણ કરી હતી.
જ્યારે પાર્ટી ચાલી રહી હતી ત્યારે યુવકની માતાએ કેક ખાધી ન હતી. જેથી તે બચી ગઇ હતી. આ ઉપરાંત આવેલા તમામ સભ્યો પોઝિટિવ આવ્યા. હતા.
આ અંગે એવી માહિતી બહાર આવી હતી કે નારણપુરામાં એક યુવકના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા પરિવાર અને મિત્રો તમામ હાજર રહ્યા હતા. પાર્ટીમાં આવેલા મિત્રો કેક અને મસ્તી કરવા મેજિકલ કેન્ડલ લાવ્યા હતા. જ્યારે પાર્ટીની શરુઆત થઇ અને કેન્ડલ ઓલવાતી ન હતી. ત્યારે યુવક વારંવાર ફૂંક મારતો હતો છતા પણ ઓલવાતી નહોતી. સેલિબ્રેશન સમયે રૂમમાં હાજર લોકોએ માસ્ક પણ પહેર્યા ન હતા. જેથી બર્થડે પાર્ટીના 5 દિવસમાં જ 22 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
આ પાર્ટીમાં અન્ય લોકો પણ આવેલા હતા તેઓ બીજા રૂમમાં બેઠેલા હોવાથી તમામ સભ્યોનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. જે લોકોએ માસ્ક પહેર્યા ન હતાં, જેને કારણે 5 દિવસમાં 22 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
