ટ્વિટરને બદલે હવે Tooter,સ્વદેશીને પ્રોત્સાહન આપતા આ એપની સંપૂર્ણ માહિતી

ભારતમાં અમેરિકાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરને ટક્કર આપવા માટે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટૂટર લઈને આવ્યું છે. કંપની તરફથી આ એપ વીશે કહેવામાં આવ્યું છે કે, આ સ્વદેશી આંદોલન 2.0 છે. ચાલો જાણીએ કે ટૂટરમાં શું છે…

•આ એપને સ્વદેશી આંદોલન 2.0ના નામથી જાહેર કરવામાં આવી રહ્યું છે.
•અમેરિકન સોશિયલ મીડિયા કંપનીઓને જવાબ આપવા માટે બનાવાયેલ દેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ.
•આ એપ મેડ ઈન ઈન્ડિયાને પ્રોત્સાહિત કરશે.
•પાર્લર જેવા ફ્રી સ્પીચ પ્લેટફોર્મની જેમ ટૂટર છે. ટર્મ અને સર્વિસેસ પણ પાર્લર જેવી છે.
•પાર્લર એક ફ્રી સ્પીચ પ્લેટફોર્મ છે, તે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યું છે. કારણ કે તેના પર ફેસબુક અને ટ્વિટરની તરફેણ કરવાનો આરોપ હતો.

ટૂટર શું છે ?

ટૂટરના About page જણાવે છે કે “અમે ભારતમાં પોતાનું સ્વદેશી સોશિયલ નેટવર્ક હોવા પર વિશ્વાસ કરીએ છીએ.” અમે હાલમાં અમેરિકન ડિજિટલ કોલોનીમાં રહીએ છીએ. આ અને બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન વચ્ચે કોઈ ફર્ક નથી. ટૂટર આપણી સ્વદેશી આંદોલન 2.0 છે. આવો અમારી સાથે જોડાઓ!”

•ટૂટરની ફ્લો જૂન-જુલાઇથી શરૂ થયો હતો, પરંતુ તે પ્લેટફોર્મ તરીકે હજી પણ ચર્ચામાં છે.
•ટ્વિટર જે રીતે ટ્વીટ્સ કરવામાં આવે છે, તે જ રીતે ટૂટરમાં ટૂટ્સ કરવામાં આવ છે.
•કલર કોમ્બિનેશન પણ ટ્વિટરની જેમ બ્લૂ અને વ્હાઈટ છે.

ટૂટરમાં કોણ છે ?

ટૂટરમાં, સામાન્ય લોકોની સાથે-સાથે મોટી હસ્તીઓ પણ છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વેરીફાઈડ એકાઉન્ટ ઉપરાંત, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સદ્દગુરૂના વેરીફાઈડ એકાઉન્ટ પણ અહીં જોવા મળશે. ભાજપનું સત્તાવાર એકાઉન્ટ પણ આ પ્લેટફોર્મમાં છે. અભિષેક બચ્ચન અને વિરાટ કોહલી પણ ટૂટરમાં છે.

તમે આ એપમાં શું કરી શકો છો ?

ટ્વિટરમાં થઈ શકે તે બધું ટૂટરમાં કરવામાં આવે છે. સ્વદેશી ટૂટરની એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે, જેથી યૂઝર્સને તેને ટ્વિટર જેવું અનુભવી શકે. અહીં પ્રોફાઇલ, ન્યૂઝ ફીડ, લોકોને ફોલો કરવા, ટૂટ, Oops યૂ ટૂટ જેવા વિકલ્પો ઉપલબ્ધ છે. આમાં ટ્વિટરનું પક્ષી નથી ભારતીય શંખનું પ્રતીક જોવા મળે છે.

ગૂગલ પ્લે સ્ટોરમાં એન્ડ્રોઇડ એપને ડાઉનલોડ કરવાનો વિકલ્પ છે, પરંતુ તે હાલમાં iOS એટલે કે, આઈ ફોન એપ સ્ટોરમાં જળશે નહીં.

કેવી રીતે કનેક્ટ કરવું ?

ટૂટર સાથે કનેક્ટ થવા માટે, તમારે તેની એપને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવી પડશે, હાલમાં આઇફોન વપરાશકર્તાઓ નિરાશ થશે કારણ કે તે એપ સ્ટોરમાં નથી. એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે ઇમેઇલ આઈડી, પાસવર્ડ અને નવું યુઝર નામ જેવી કેટલીક પસંદ કરેલી માહિતી ભરવાની રહેશે. ત્યાર બાદ તમે સાઇન અપ કરી શકો છો. ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, જ્યારે તેમના વતી ખાતું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે થોડીક એરર બદા તેમનું એકાઉન્ટ બન્યું હતું.

ટૂટરથી એક કદમ આગળ છે प्रो #Tooter Pro.ટૂટરમાં એકાઉન્ટ બનાવ્યા બાદ તમે તેને અપગ્રેડ પણ કરી શકો છો, પરંતુ તેના માટે તમારે વર્ષના એક હજાર રૂપિયા ચુકવવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap