ટ્રમ્પ સમર્થકોએ કેપિટલ બિલ્ડિંગમાં હંગામો મચાવ્યો, એક મહિલાનું મોત

અમેકિતામાં બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો અને પોલીસ વચ્ચેના ઘર્ષણને કારણે કેપિટલ બિલ્ડિંગને લોક કરવી પડી હતી, જ્યારે સાંસગ અંદર હતા. આ ઘર્ષણ ત્યાર થયું જ્યારે અમિરાકી સસંદના બંને સદન-હાઉસ ઓફ રિપ્રેજેન્ટટિવ્સ અને સીનેટ-રાષ્ટ્રપતિની ચૂંટણીના ઈલેક્ટોરલ કોલેજના રિઝલ્ટને સર્ટિફાઈ કરવા માટે જ્વાઈન્ટ સેશન હેઠળ મળ્યા હતાં.

જણાવી દઈએ કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન સામે હારી ગયા છે. જોકે ટ્રમ્પે સતત ચૂંટણીઓમાં છેતરપિંડી થઈ થયાનો દાવો કર્યો છે.

આ દરમિયાન ટ્રમ્પે બુધવારે બપોરે વોશિંગ્ટનમાં તેમના સમર્થકોની એક રેલીમાં કહ્યું હતું કે, “અમે ક્યારેય હાર માનીશું નહીં.” મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પે તેમના સમર્થકોને રેલીમાં કેપિટલ બિલ્ડિંગ તરફ કૂચ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, તેના થોડા કલાકો બાદ ટ્રમ્પ તરફી વિરોધીઓએ કેપિટલ બિલ્ડિંગની બહાર બેરિકેડ પાડી હંગામો કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જ્યાં પ્રદર્શનકારીઓએ અધિકારીઓને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યાં પોલીસ ભીડ ઉપર પેપર સ્પ્રે છાંટતી જોવા મળી હતી.

ટૂંક સમયમાં જ આ હિંસા કેપિટલ બિલ્ડિંગની અંદર પહોંચી ગઈ, જે અંતર્ગત પરિસરમાંથી ફાયરિંગ થયાના અહેવાલો બહાર આવ્યા છે. સમાચાર એજન્સી એએફપીએ પોલીસને જણાવ્યું છે કે ગોળીબારને કારણે હિંસામાં એક મહિલાનું મોત નીપજ્યું છે.

હોબાળો મચાવનારા ટ્રમ્પ સમર્થકો સેનેટ ચેમ્બર પહોંચ્યા હતા. કેપિટોલની ટનલ દ્વારા, ઘણા સેનેટરોને ઝડપથી પોલીસ સલામત સ્થળે લઈ જવાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap