ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને અમેરિકાના આ સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કર્યાં

વોશિંગટન: અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી ઓ બ્રાયને માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુએસ-ઈન્ડિયા રાજકીય સંબંધો વધારવા માટે તેમનું નેતૃત્વ માટે લીજન ઓફ મેરિટ તરફથી સમ્માનિક કરવામાં આવ્યાં છે. અમેરિકામાં ભારતીય રાજદુત તરનજીત સિંહ સંધુને પીએમ મોદી તરફથી આ પદક સ્વીકાર્યું હતું.

ઓ બ્રાયને એક ટ્વીટમાં કહ્યું કે,”રાષ્ટ્રપતી ટ્રમ્પે અમેરિકા-ભારતના રાજકીય સંબંધો વધારવા માટે પોતાના નેતત્વ માટે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લીજન ઓફ મેરિટ સન્માનિત કર્યાં છે.”

તેમણે અન્ય એક ટ્વીટમાં ઓ બ્રાયને કહ્યું કે, ટ્રમ્પે ઓસ્ટ્રેલિયા પીએમ સ્કોટ મોરિસન અને પૂર્વ જાપાનના પીએમ શિંઝો આબેને પણ મેરિટ ઓફ મેરિટ પદક આપ્યું છે. આ પુરસ્કાર વોશિંગટન ડીસીમાં તેના સંબંધિત રાજદુતો દ્વારા પ્રાપ્ત કર્યું હતું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે,”સ્વતંત્ર અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક માટે તેના નેતૃત્વ અને દષ્ટિ માટે જાપાનના પ્રધાનમંત્રી શિંઝો આબેને લીજન ઓફ મેરિટથી સમ્માનિત કર્યા છે.”

ટ્રમ્પે વૈશ્વિક પડકારોને દૂર કરવા અને સામૂહિક સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટેના તેમના નેતૃત્વ માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસનને લીજન ઓફ મેરિટથી સન્માનિત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap