કહેવત્ત છે કે રામ રાખે તેમને કોણ ચાખે, આ મહિલા સાથે કાંઈક આવું જ બન્યું છે. દક્ષિણ ભારતમાં એક વૃદ્ધ મહિલા ઉપરથી ટ્રક પસાર થઈ ગયો, પરંતુ અકસ્માતમાં તેને કોઈ ઈજા નથી પહોચી. લોકો આમને ચમત્કાર માની રહ્યાં છે. હાલ અકસ્માતની વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. રિપોર્ટ મુજબ, આ મામલો તમિલનાડુના તિરૂચેંગોડેનો છે. અહીં વૃદ્ધ મહિલા તિરૂચેંગોડા સ્થિત બસ સ્ટોપની તરફ જઈ રહી હતી. આ દરમિયાન એક પીળા કલરનો ટ્રક આવી અને મહિલાને ટક્કર મારી તેના ઉપરથી પસાર થઈ ગયો.
Elderly #Indian woman run over by truck miraculously escapes unscathed pic.twitter.com/AFGq2uYf3e
— CGTN (@CGTNOfficial) December 6, 2020
સીસીટીવામાં કેદ ઘટના, ડ્રાઈવરને ના દેખાઈ મહિલા
આ વીડિયો ટ્વિટર પર CGTNએ શેર કર્યો. સીજીટીએનના રિપોર્ટ અનુસાર, ડ્રાઈવર જ્યારે ટ્રકને વાળી રહ્યો હતો તો તેને વૃદ્ધ મહિલા દેખાઈ નહીં અને આ દુર્ઘટના સર્જાઈ ગઈ.
Elderly #Indian woman run over by truck miraculously escapes unscathed pic.twitter.com/AFGq2uYf3e
— CGTN (@CGTNOfficial) December 6, 2020
અત્યંત ખરતનાક છે દ્રશ્યો
54 સેકેન્ડનો વીડિયોમાં જોઈ શકાય છે કે ગુલાબી સાડી પહેરેલી મહિલા રોડ કિનારે ઉભી છે. અચાનક પીળા રંગનો ટ્રક આવી જતા તેના ઉપરથી પસાર થઈ ગયો. અને તે રોડ પડી જાય છે. પરંતુ થોડી ક્ષણમાં ખૂદ ઉઠીને બેસી જાય છે. ટ્રક પણ થોડે દૂર જઈ રોકાય ગયો. અને આસપાસના લોકો મહિલાની મદદ માટે દોડી આવે છે.
