ટ્રોલ્સે ટ્વિંકલ ખન્નાને કહ્યું- ‘ટ્વિંક બોમ્બ’, અભિનેત્રીએ આપ્યો જોરદાર જવાબ

અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. ફિલ્મ અંગે દર્શકોમાં ભારે ઉત્સાહ છે. ફિલ્મને તેના ટાઈટલને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો અને લોકોના ભારે વિરોધનો સામનો કર્યો હતો. વિરોધને ધ્યાનમાં રાખીને ફિલ્મનું ટાઈટલ ‘લક્ષ્મી બૉમ્બ’ બદલીને ‘લક્ષ્મી’ કરવામાં આવ્યું. પરંતુ અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાને કદાચ જૂનું ટાઈટલ જ પસંદ આવી રહ્યું છે.

ટ્વિંકલ ખન્નાને પણ ટ્રોલિંગ દરમિયાન નિશાન બનાવવામાં આવી હતી. લક્ષ્મીના પાત્રની જેમ, તેના કપાળ પર વાદળી ચહેરો અને તિલક લગાવીને ઘણા મીમ્સ શેર કર્યા હતા. તેનું નામ ‘ટ્વિંક બોમ્બ’રાખવામાં આવ્યું હતું. પરંતુ ટ્વિંકલને જરા પણ ફર્ક પડ્યો નહોતો, લટાનું, તે ખૂબ જ ખુશ થઈ હતી.

ટ્રોલ્સે ટ્વિંકલ ખન્નાને કહ્યું- 'ટ્વિંક બોમ્બ', અભિનેત્રીએ આપ્યો જોરદાર જવાબ

ટ્વિંકલે સમાચાર પત્રમાં પોતાની કોલમમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું – મને તે ખૂબ ગમ્યું. જો તેમને આઘેડ વયે બોમ્બ કહેવામાં આવે છે, તો તે તેમના માટે આનંદની વાત છે. ટ્વિંકલે ટ્રોલ્સને એક રમુજી પરંતુ યોગ્ય જવાબ આપ્યો છે. ટ્વિંકલે કહ્યું – ટ્રોલ્સે કેટલાક કારણોસર મારી તસવીર લીધી, મારી ત્વચાને મોરના શેડથી ઢાકી દીધી, લાલ ટપકું લગાવી અને ટ્વિંકલ બોમ્બ જેવા પોસ્ટરો શેર કર્યો.

ટ્રોલ્સથી ખુશ છે ટ્વિંકલ

હું ખુશ છું કે મને યોગ્ય સમયે બોમ્બ કહેવામાં અવી. મેં વિચારવાનું શરૂ કર્યું કે મારો તે ફેજ પસાર થઈ ગયો છે. પરંતુ તેવું ન હતું. ટ્રોલ્સની માનસિકતા વિશે વાત કરતાં, ટ્વિંકલે એક ઉદાહરણ આપ્યું અને કહ્યું- મને ટ્રોલ્સ સાથે વધુ દલીલ કરવાનું પસંદ નથી. મેં બીજું મીમ્સ જોયું જેમાં મને ભગવાનની મજાક કરવા માટે થર્ડ ક્લાસ પર્સન કહેવામાં આવ્યું હતું. મેં તરત જ જવાબમાં કહ્યું – ભગવાનને સારા જોક્સ ગમે છે. જો તે ન થાય, તો તેઓ તમને બનાવત નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap