હાલોલ-વડોદરા બાયપાસ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત,બે યુવાનોના કરૂણ મોત

પંચમહાલ: જિલ્લાના હાલોલ વડોદરા હાઇવે રોડ પર ટોલનાકા પાસે અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા હાલોલ તાલુકાના આનંદપુરા ગામના બે યુવાન મિત્રોના મોત નિપજ્યા હતા જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે બીજા યુવાનનું હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ તાલુકાના આનંદપુરા ગામે રહેતા મનોજ નરવતભાઈ પરમાર ( ઉ.22 )તેમના મિત્ર અશ્વિન કનુભાઈ પરમાર (ઉ.28) આનંદપુરા ગામેથી બાઈક પર બેસીને હાલોલ વડોદરા હાઇવે રોડ પર રહીને હાલોલ તરફ આવતા હતા તે દરમિયાન બપોરના સુમારે ટોલનાકા પાસે કોઈ અજાણ્યા વાહને તેઓની બાઈકને અચાનક ટક્કર મારતા બંને મિત્રો બાઇક સહિત રોડ પર પછડાતા બન્ને મીત્રો ગંભીર રીતે ઘવાયા હતા જેમાં મનોજનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું જ્યારે અશ્વિન ને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા પામતા અકસ્માત જોઈ આસપાસથી દોડી આવેલા લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે અશ્વિનને સારવાર માટે હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.જ્યાં અશ્વિનનું પણ કરૂણ મોત નીપજયું હતું.

બનાવ અંગેની જાણ થતા હાલોલ રૂરલ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી અને સ્થળ પર મરણ થયેલ મનોજ ના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો.જુવાનજોધ યુવાનોના ઓના મોતના પગલે આનંદપુરા ગામમા માતમ છવાયો હતો. અને મનોજ અને અશ્વિનના પરિવારજનો સહિત આનંદપુરા ગામના લોકો હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા જ્યારે બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap