રાજસ્થાનમાં સર્જાય મોટી દુર્ઘટના, ચાલુ બસમાં વીજ કરંટ લાગતા ડ્રાઈવર સહિ‌ત 6 મુસાફરોનાં મોત

જયપુર: રાજસ્થાનના જલોરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જયો છે. અહીં એક લક્ઝરી બસ ઇલેક્ટ્રિક વાયરની ચપેટમાં આવી ગઈ હતી. આ અકસ્માતમાં બસ સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે 7 લોકોને જોધપુર રિફર કરાયા છે. આ અકસ્માતમાં લગભગ 3 ડઝન જેટલા દાઝી ગયેલા ઈજાગ્રસ્તોને જલોર સ્ટેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની મદદથી આગને કાબૂમાં કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના સમયે લગભગ 40થી 45 લોકો બસમાં સવાર હતા.

માહિતી અનુસાર, શનિવારે રાત્રે 10.45 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. બસ 11 હજાર વોલ્ટની ઉંચાઇની લાઇનને ટકરાઈ હતી અને બસને આગ લાગી હતી. તમામ લોકો જૈન સમુદાયના છે, જેઓ નાકોડા તીર્થની મુલાકાત લીધા બાદ અજમેર અને બ્યાવર પરત ફરી રહ્યા હતાં.

મુસાફરોથી ભરેલી બે બસો ડાયવર્ટ થઈ અને એક ગામ પહોંચી ગઈ. ત્યાં જતા રસ્તામાં ઇલેક્ટ્રિક વાયર ઝૂલતા જોઇને ડ્રાઇવરે બસ બંધ કરી દીધી. બસનો કંડક્ટરે બસની છત પર પહોંચ્યો હતો અને ડંડાની મદદથી ઇલેક્ટ્રિક વાયર ઉપાડીને બસને ઉપરથી નિકાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ડંડાથી ઇલેક્ટ્રિક વાયર બસમાં ફસાઇ ગયા હતા. જેથી બસમાં કરંટ લાગ્યો હતો. ત્યાર બાદ બસના અન્ય લોકો પણ કરંટની ચપેટમાં આવ્યા હતા અને તેને જોતાં જ બસમાં પણ આગ લાગી હતી.

આ અકસ્માતમાં બ્યાવર નિવાસી સોનલ (44), સુરભી (25), બેવર નિવાસી ચાંદ દેવી (65), અજમેર નિવાસી રાજેન્દ્ર, અને ડ્રાઈવર ધર્મચંદ જૈન અને એક અન્ય મોતને ભેટ્યા હતા, જ્યારે બસ પર સવાર અન્ય લોકો સળગી ગયા હતા. જેને જલોર મોકલી છે ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને જોધપુર રિફર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap