સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, એક બાજુ કોરોના તો બીજી બાજુ રોપ-વેમાં લાગી લાંબી લાઇન

સમગ્ર ગુજરાતમાં ફરીવાર કોરોના સંક્રમણનો ભય ફેલાયો છે. અમદાવાદ શહેરમાં તો રાત્રે 9 થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લાગવામાં આવ્યું છે એક તરફ કર્ફ્યૂ તો બીજી તરફ જુનાગઢ ગિરનાર રોપ-વે માટે પ્રવાસીઓની લાંબી કતાર જોવા મળી.

જુનાગઢ ગિરનાર રોપ-વે માટે પ્રવાસીઓ માટી સંખ્યામાં આવી રહ્યા છે. તમે જોઇ શકો છો કે આ પ્રવાસીઓમાં કોઇપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જોવા મળતું નથી. આમા ઘણા પ્રવાસીઓ તો માસ્ક વગર જ ફરી રહ્યાં છે.

જુનાગઢમાં સવારમાં 2000 પ્રવાસીઓનો મેળાવડો જામ્યો હતો, પ્રવાસીઓને કોરોના સંક્રમણનો કોયપણ જાતનો ભય ના હોય એવો માહોલ ઉભો થયો હતો.

એક તરફ રોપ-વે મેનેજમેન્ટ હેન્ડ સેનિટાઈઝ, થર્મલ ગન જેવી કોઈ ચકાસણી કરવામાં આવી રહી નથી, તો બીજી તરફ સ્થાનિક તંત્રને પણ કોઈ ગંભીરતા ન હોય તેમ તકેદારીનો અભાવ જોવા મળી રહ્યો છે.

બીજી તરફ ભવનાથ તળેટીમાં પણ પ્રવાસીઓની ભીડ જોતાં જૂનાગઢમાં સંક્રમણ વધે તો નવાઈ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap