આગમના એંધાણ: આ લોકો માટે આવતીકાલનો દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે

આજે તા.૩ ડિસે. ને ગુરુવારે આવતો હોવાથી અંકશાસ્ત્ર મુજબ વિશિષ્ટ યોગ રચાશે કારણ કે ગુરૂવારના દિવસે માટે વારંક=૩જે ગુરૂ ગ્રહ માટે ગણાય છે.

વધુમાં અંકશાસ્ત્ર મુજબ તા.૦૩/૧૨/૨૦૨૦માટે 
દિનાંક= ૦૩=(૦+૩)=૩=ગુરૂ
માસાંક= ૧૨=(૧+૨)=૩=ગુરૂ
વર્ષ-આંક ૨૦૨૦=૨+૦+૨+૦=૪=રાહુ
ભાગ્યાંક = (૦+૩+૧+૨+૨+૦+૨+૦)=૧૦=

સૂર્ય માટે ગણાય છે.આવા શુભ દિવસે ફક્ત અંક ૧,૨,૩ આવે છે જેમાં અંક ૨ ત્રણ વખત રીપીટ થાય છે.જેમાં (A very unique Date)
અંક ૧ સૂર્ય=આત્મા
અંક ૨ ચંદ્ર =મન
અંક ૩ ગુરૂ =વિદ્યા,ધન,સંતાન

અંક ૪ રાહુ=છેતરપિંડી,ફ્રોડ ના કારક માટે ગણાય છે માટે આજે કરેલ મંત્રજાપ,તંત્ર વિદ્યાના પ્રયોગો કે અન્ય ઉપાસના વધારે ફળદાયી નીવડશે કારણ કે ગુરુવાર હોવાથી નૈસર્ગિક રીતે શુભત્વમાં વધારો થશે.નવગ્રહ પૈકી ગુરૂ ગ્રહને બ્રાહ્મણ તથા જશ અને યશનો કારક ગુરુ ગ્રહ માનવામાં આવે છે.

વધુમાં આવતીકાલેના દિવસે જન્મનાર બાળક માં સૂર્ય,ચંદ્ર,ગુરૂ ગ્રહ નું બળ ગુરુવાર હોવાથી વિશેષ પ્રભુત્વ જોવા મળશે. સાધુ,સન્યાસી,જતી યોગી તેમજ જ્યોતિષો માટે આવતીકાલનો દિવસ ખૂબ જ યાદગાર બની રહેશે કારણ કે આવા વિશિષ્ટ યોગએ એક શુભ ઘટના તેમના જીવનમાં દીક્ષિત રીતે જોવા મળશે.

આવતીકાલના દિવસ કોઇ પણ વ્યક્તિ સૂર્ય,ચંદ્ર,ગુરુના મંત્ર જાપ,દાન તથા કોઇ પણ માતાજી,કુળદેવી ઉપાસના,મહાલક્ષ્મી ઉપાસના,આરાધના કે ગાયત્રી મંત્ર કરવાથી વધુ લાભદાયી નીવડશે.અંકશાસ્ત્ર ના નિયમ મુજબ જ્યારે કોઈપણ ની તારીખ માં કોઈપણ અંક એકબીજા ના સહસંબધ માં આવતા હોય તો રાજકીય મહાનુભવો કે ઉચ્ચ કક્ષાના સરકારી અમલદારો માટે વધારે લાભપ્રદ નીવડી શકે છે.સવિશેષ રીતે આકંલન કરતા રાહુ પ્રભુત્વ દર્શાવનારી છે.

રાહુ ગ્રહ પડછાયા કે આભાસી તરીકે ઓળખવામાં આવે છે.તે બંધન,જેલ નો પણ કારક છે પરંતુ દુન્યવી અને માયાની બાબતો માં બાધારૂપ પણ છે.રાજકીય કાવાદાવા આ બધી ગુહ્ય બાબતો કેતુના તાબામાં આવે છે.

(જાણીતા જયોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap