આજનું પંચાંગ
તારીખ : ૧૧ – ૦૨ -૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર – ગુરુવાર,
તિથી – પોષ વદ અમાસ
નક્ષત્ર – શ્રવણ
યોગ – વરીયાન
કરણ – ચતુષ્પાદ
આજની રાશિ – મકર (ખ, જ )
આજનુ રાશી ભવિષ્ય :
મેષ :પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો. માનસિક રીતે અસ્વસ્થતા નો અનુભવ કરશો. પરિશ્રમ કરતા ઓછી સફળતા મળશે.
વૃષભ :કાર્ય કરવામાં આત્મવિશ્વાસ જળવાઇ રહેશે. કાર્યનું ફળ અપેક્ષાનુસાર મળશે. નવી શરૂઆત કરી શકાય.
મિથુન :નવી યોજનાઓ પ્રારંભ અનુકુળતા . સરકાર તરફથી લાભ થવાની સંભાવના છે. ગુઢ વિદ્યા માં રૂચી વધે.
કર્ક : હકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર કરવો. શારિરિક સ્વસ્થતા રહેશે. મનમાં અસંતોષની ભાવના રહેશે.
સિંહ : આત્મવિશ્ર્વાસની માત્રા વધુ રહેશે. કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લેવો સારો, સેવાકર્મી માટે અનુકુળતા .
કન્યા : અહમને ઠેસ પહોચી શકે છે, અને ઝઘડો ન થાય તેવું ધ્યાન રાખવું. માનસિક રીતે ચિંતા રહેશે.
તુલા : આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. થયેલા લાભથી પ્રસન્નતા થશે આવકમાં વૃધ્ધિ થઇ શકે છે.
વૃશ્ચિક : યાત્રા- પ્રવાસ બને તો ટાળવો. શરીરમાં થાક અનુભવશો. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.
ધન :આજનો દિવસ તમારા માટે ફળદાયી છે. વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકુળ રહેશે. ઉચ્ચાધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.
મકર : કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી રહેશે. મનોબળમાં વૃદ્ધિનો અનુભવ કરશો. નવું શીખવા માટે ઉત્તમ દિવસ.
કુંભ : આજનો દિવસ તણાવ ભર્યો રહી શકે, આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાય, વિદેશના કાર્યોમાં લાભ.
મીન : આકસ્મિક ધનખર્ચનો યોગ છે. ખાન-પાનમાં સંભાળીને ચાલવું સકારાત્મક જીવન શૈલી ફાયદાકારક.
હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440
