પંજાબઃ કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂત આંદોલનનો આજે 58મો દિવસ છે. આંદોલનને વેગવાન કરવાની સ્ટ્રેટજી હેઠલ ખેડૂત આજે બપોરે 12 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં રેલવે રોકશે. ભારતીય ખેડૂત યૂનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે, રેલવે રોકતી વખતે બાળકોને મુશ્કેલી ન પડે, એટલા માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ખેડૂતોના રેલવે અટકાવવાની જાહેરાતને જોતા દેશભરમાં રેલવે પ્રોટેક્શન સ્પેશિયલ ફોર્સની 20 એક્સ્ટ્રા કંપનીઓ એટલે કે લગભગ 20 હજાર વધુ જવાન તહેનાત કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગની ફોર્સને પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પશ્વિમ બંગાળમાં તહેનાત કરાઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સના DG અરુણ કુમારે પ્રદર્શનકારોને અપીલ કરી છે કે તે શાંતિપૂર્ણ પ્રદર્શન કરે અને ટ્રેનમાં મુસાફરી કરનારા યાત્રિઓને મુશ્કેલી ન પડવી જોઈએ.
ખેડૂત એ વાત માટે અડગ છે કે સરકાર ત્રણ કાયદાને પાછા લે. ભારતીય ખેડૂત યૂનિયન(હરિયાણા)ના અધ્યક્ષ ગુરનામ સિંહ ચંઢૂનીએ એકવાર ફરી કહ્યું કે, તેમનું સંગઠન ખેડૂતોના હિતો માટે લડી રહ્યું છે. અને નવા કૃષિ કાયદાની વાપસી સુધી તે તેમના ઘરે પાછા નહીં જાય. ચંઢૂનીએ કહ્યું કે, દેશભરમાં પંચાયત અને મહાપંચાયત જેવા કાર્યક્રમો દ્વારા લોકોને જણાવાશે કે કેન્દ્ર સરકાર સામાન્ય લોકોને નહીં પણ કોર્પોરેટ્સની છે.
તો બુધવારે ખેડૂતો દિલ્હીની સિંધુ, ટીકરી અને ગાજીપુર બોર્ડર પર દેખાવો કર્યા હતા. આ દરમિયાન સિંધુ બોર્ડર પર દેખાવમાં સામેલ એક વ્યક્તિએ મંગળવારે પોલીસ અધિકારી પર તલવારથી હુમલો કર્યો હતો. તે પછી તે પોલીસ અધિકારીની ગાડી લઈને ભાગી ગયા હતા. ઘાયલને SHO હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.
પોલીસે બુધવારે જણાવ્યું કે આરોપીનું નામ હરપ્રીત સિંહ છે. તેણે રાતે લગભગ 8 વાગ્યે સિંધુ બોર્ડર પર આ કૃત્ય કર્યું છે. પોલીસ જવાનોએ PCR વેનથી તેનો પીછો કર્યો. હરપ્રીતે મુકરબા ચોકની પાસે ફુટપાથ પર ગાડી ચઢાવી દીધી. તે પછી તે એક વ્યક્તિ પાસેથી બાઈક છીનવીને ફરાર થઈ ગયો. પોલીસે લગભગ 8.30 વાગ્યે તેને પકડી લીધો.
સૂત્રોનું કહેવું છે કે આરોપીની માનસિકતા સારી નથી. જોકે દિલ્હી પોલીસે આ દાવની પુષ્ટિ કરી નથી. એક સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી પર કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
