આ રાશિને આજનો દિવસ શુભ ફળદાયી રહેશે, થયેલા લાભથી પ્રસન્નતા થશે

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: પોતાના ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો, માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ કરશો. પરિશ્રમ કરતા ઓછી સફળતા મળશે.
વૃષભ: કાર્ય કરવામાં આત્મવિશ્વાસ જળવાઇ રહેશે, કાર્યનું ફળ અપેક્ષાનુસાર મળશે, નવી શરૂઆત કરી શકાય.
મિથુન: નવી યોજનાઓ પ્રારંભ અનુકુળતા, સરકાર તરફથી લાભ થવાની સંભાવના છે, ગુઢ વિદ્યામાં રૂચી વધે.

કર્ક: હકારાત્મક માનસિકતાની સાથે વ્યવહાર કરવો, શારિરિક સ્વસ્થતા રહેશે,મનમાં અસંતોષની ભાવના રહેશે.
સિંહ: આત્મવિશ્ર્વાસની માત્રા વધુ રહેશે,કાર્ય કરવામાં નિર્ણય ત્વરિત લેવો સારો, સેવાકર્મી માટે અનુકુળતા.
કન્યા: અહમને ઠેસ પહોચી શકે છે અને ઝઘડો ન થાય તેવું ધ્યાન રાખવું, માનસિક રીતે ચિંતા રહેશે.

તુલા: આજનો દિવસ શુભ ફળદાયી રહેશે, થયેલા લાભથી પ્રસન્નતા થશે આવકમાં વૃધ્ધિ થઇ શકે છે.
વૃશ્ચિક: યાત્રા- પ્રવાસ બને તો ટાળવો, શરીરમાં થાક અનુભવશો,સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે.
ધન:આજનો દિવસ તમારા માટે ફળદાયી છે, વ્યવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકુળ રહેશે. ઉચ્ચાધિકારી તમારી પર પ્રસન્ન રહેશે.

મકર: કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી રહેશે, મનોબળ માં વૃદ્ધિનો અનુભવ કરશો, નવું શીખવા માટે ઉત્તમ દિવસ.
કુંભ: આજનો દિવસ તણાવ ભર્યો રહી શકે, આત્મવિશ્વાસ માં ઘટાડો અનુભવાય, વિદેશના કાર્યોમાં લાભ.
મીન: આકસ્મિક ધનખર્ચનો યોગ છે,ખાન-પાનમાં સંભાળીને ચાલવું સકારાત્મક જીવન શૈલી ફાયદાકારક.

•આજનું પંચાંગ•
તારીખ: ૨૧-૧૧-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–શનિવાર ,
તિથી–કારતક સુદ સાતમ
નક્ષત્ર–શ્રવણ
યોગ–ધ્રુવ
કરણ–ગર
આજની રાશિ–મકર (ખ,જ)
દિન વિશેષ–જલારામ જયંતી

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap