આજે આ રાશિને તેમના કાર્યક્ષેત્રમાં મોટી તક મળશે, જીવનસાથી સાથે ચાલતી તકલીફનો અંત આવશે

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: આજે સારો દિવસ છે, આજે તમે તે બાબતોને મહત્વ આપો છો જે તમને ખરેખર મહત્વની છે, તમારા પરિવાર અને કાર્ય વચ્ચે સંતુલન રાખવું પડશે.
વૃષભ: કાર્યસ્થળ પર વાતાવરણ સુખદ રહેશે, મહેનત કરીને કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂરા થશે, પ્રિયપાત્રને કોઈ ઉપહાર આપી શકો છો.
મિથુન: આજે તમને નવી ઓળખ મળવા જઇ રહી છે, તમે આજે જે સ્થાન પર છો તે તમારી સારી વિચારસરણીને કારણે છે, વધુ સફળતા મેળવવા માટે તમારા પ્રયત્નો ચાલુ રાખો.

કર્ક: કામ માટે દોડવું તમને તણાવ કરી શકે છે, ધંધામાં જરૂરી કામ પૂરા કરવામાં થોડી મુશ્કેલી રહેશે, બાળકોને આજે ઠપકો મળે.
સિંહ: આજે દિવસ અનુકૂળ રહેશે, કોઈ ભાગીદારીને આખરી ઓપ આપી શકાય, આજે રચનાત્મક કાર્ય થઈ શકે છે.
કન્યા: આજે તમારા કાર્યક્ષેત્રમાં મોટી તક આવશે, વધારે વિલંબને લીધે, તમે આ લાભની તક ગુમાવી શકો છો, જીવનસાથી સાથે ચાલતી તકલીફનો આજે અંત આવશે.

તુલા: આજે સામાન્ય રહેશે, સકારાત્મક વિચારસરણીનો આશરો લો, આજે કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો.
વૃશ્ચિક: આર્થિક બાજુ સારી રહેશે, બેરોજગાર લોકોને આજે રોજગારની તક મળશે, સ્વાસ્થ્યને માટે બહારની વસ્તુઓ ખાવાનું ટાળો.
ધનુ: આજે લાભકારક દિવસ છે, આર્થિક યોજનાઓમાં રોકાણ લાભકારક રહેશે, સંબંધોમાં બિનજરૂરી તણાવ થઈ શકે છે.
મકર: આજે તમારી હિંમતમાં વધારો થઇ શકે છે, કાર્ય ક્ષેત્રમાં ઉપરી તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે, તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરો.

કુંભ: આ દિવસ મધ્યમ રહેશે, જે જવાબદારી તમને આપવામાં આવી છે તે સ્વીકારો,આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.
મીન: આજે દિવસ સામાન્ય રહેશે, તણાવ એ માનસિક સમસ્યાઓ આપી શકે છે, પોતાની આવડત પર મુસ્તાક રહેવું

•આજનું પંચાંગ•
તારીખ:૩૦-૧૧-૨૦૨૦
વિક્રમ સંવત ૨૦૭૭
વાર–સોમ વાર ,
તિથી–કારતક સુદ પૂનમ
નક્ષત્ર–રોહિણી
યોગ–શિવ
કરણ–બવ
આજની રાશિ–વૃષભ (બ,વ,ઉ)
દિન વિશેષ- દેવ દિવાળી, તુલસી વિવાહ સમાપ્તિ, ગુરુ નાનક જયંતિ,
માંદ્ય ચંદ્રગ્રહણ (ભારતમાં નહીં દેખાય)

હસિત પાઠક – જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M – 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap