આજે ફરી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થયો વધારો, અહીં જાણો તમારા શહેરમાં શું છે ભાવ

ઓઇલ કંપનીઓએ ફરી એકવાર સામાન્ય લોકોને ઝટકો આપ્યો છે. પેટ્રોલની સાથે ડીઝલની કિંમતોમાં પણ ખૂબ જ વધારો થઈ રહ્યો છે. ઓઇલ કંપનીઓએ ગુરુવારે ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આ સાથે, 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દિલ્હીમાં પેટ્રોલ 2.69 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. જ્યારે ડીઝલ 2.61 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. નવા વર્ષથી અત્યાર સુધી, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 10 હપ્તામાં વધારો થયો છે. આને કારણે લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત તેના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. દિલ્હી, મુંબઇમાં પેટ્રોલની કિંમતો હાઈ લેવલ પર પહોંચી ગયા છે.

•દિલ્હીમાં આજે પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં 25-25 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 86.30 રૂપિયા અને ડીઝલની કિંમત 76.48 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
•મુંબઇમાં પેટ્રોલની કિંમતમાં 24 પૈસા અને ડીઝલની કિંમતમાં 27 પૈસાનો વધારો થયો છે. આ સાથે પેટ્રોલ 92 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 83.30 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે.
•કોલકાતામાં પેટ્રોલની કિંમત 24 પૈસા વધીને 87.69 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 25 પૈસા વધીને રૂપિયા 80.08 રૂપિયા પ્રતિ લિટર થયો છે.
•ચેન્નાઇમાં પેટ્રોલની કિંમત 22 પૈસા વધીને 88.82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 24 પૈસા વધીને 81.71 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે.
•બેંગલુરુમાં પેટ્રોલની કિંમત 26 પૈસા વધીને 89.21 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 26 પૈસા 81.10 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
•આ વચ્ચે રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલનો ભાવ સૌથી વધુ છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 98.40 રૂપિયા છે અને ડીઝલની કિંમત 90.12 રૂપિયા પ્રતિ લિટર છે. વેબસાઇટ અનુસાર વધારાના પ્રીમિયમ પેટ્રોલનો દર લિટર દીઠ 101.15 રૂપિયા કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap