આજે ૨૦૨૧ ના સાતમા દિવસે સતાવાર સારા સમાચાર મળવાના ચાલુ થઈ ગયા છે.જયોતિષી આશિષ રાવલ ના જણાવ્યા અનુસાર જ્યોતિષીય દ્રષ્ટિકોણ થી જોતા મકર રાશિ માં લાંબાગાળાના ગુરૂ,શનિ ગ્રહો ની યુતી થવાની સાથે વિદ્યાર્થીઓની સ્કૂલો ચાલુ થવાના સમાચાર મળી રહ્યા છે. ગુરૂ તા.૬ એપ્રિલે રાશિ બદલાતા બધા જ ધોરણો માટે શાળાઓ ચાલુ થઈ જશે અને ફાજલ શિક્ષકોને શાળાઓ બંધ થઈ જતાં અટકી જશે. કોઈ પણ શિક્ષકે નોકરી ગુમાવવીની નોબત નહીં આવે.લગભગ એકાદ વર્ષથી કોરોના ની મહાબીમારીમાં રાહત માટે ઉતરાણ પુરી થતાં જ વેકસીનના ડોઝ આમ જનતા માં આપવા માટે શરૂઆત થઇ જશે.
ધીરે ધીરે બજારમાં તેજી માટે ચક્રો ગતિમાન થશે. લાંબા સમયથી રહેલ સમાજમાં રહેલ વહેમ,અશ્રદ્ધા,દોરા ધાગા ની ચુંગાલ માંથી બહાર નીકળશે.આર્થિક તેમજ સામાજિક પ્રશ્નો ના નિરાકરણ આવતા જણાશે.
નવી અત્ય આધુનિક ટેકનોલોજી માં ની સવલતો મળશે.જેને કારણે વધુ વિકાસ ની ગતિ પકડાય.સેલ્સમેન,લેખક,પત્રકાર,જ્યોતિષ,ગીતકાર,કલાકારો, વૈજ્ઞાનિકો,ફિઝિક્સ,વિચારકો,સંશોધકો અને કથાકારો માટે ચાલુ વર્ષ શુભ ગણી શકાય.બેકિંગ અને અર્થતંત્રમાં ઘણા સુધારા જોવા મળે.
લીલા શાકભાજી,કઠોળ,વૃક્ષા રોપણ વીગેરે નું મહત્વ લોકો ને વધુ સમજાય અને વપરાશ વધે. નવા બાગ બગીચોઓ બનાવવા માટે તેમજ પર્યાવરણ જતન માટે સરકાર લીલાં વૃક્ષો ઉગાડવા પર ભાર મૂકે.યુવા વર્ગ દરેક કાર્યો માટે આગળ આવતો જણાય. ડિજિટલ પેમેંટ નો વ્યાપ વધે. કમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ફિલ્ડમાં તેજી જોવા મળે.રોગો ના ઉપચાર માટે નવા અત્યાધુનિક સાધનો બહાર પડે. બ્રહ્માંડ ના ઘણા છુપા રહસ્ય બહાર આવતા જણાય.વર્ષ દરમ્યાન ત્વચા,ફેફસાં,આંતરડા, પેટ,નર્વસ સિસ્ટમ,નયુરોલોજી, પાણી જન્ય,આંખ, નાક અને કાન ને લગતા રોગો જોવા મળે.
