ગાંધીનગર: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૈકી 6 મહાનગરોની ચૂંટણી પ્રક્રિયા માટે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ ફેબ્રુઆરી એક તારીખથી શરૂ થયેલી બેઠકમાં 6 મહાનગરોના ઉમેદવારોની યાદીને આજે આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ પાર્લામેન્ટરી બોર્ડના તમામ સભ્યો અને સંસદ સભ્યો ધારાસભ્યો અને પ્રદેશના પદાધિકારીઓએ પણ અનુક્રમે પ્રભાર મુજબ હાજરી આપીને ઉમેદવારોની યાદી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
