બનાસકાંઠા: નગર પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો, જાણો કોણે કોણે નોંધાવી ઉમેદવારી

બનાસકાંઠા: પાલનપુર,ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. જેમાં ખાસ કરીને ભાજપ માટે લોબીગ ચલાવનારાઓની ટિકિટ કપાતા ક્યાંક અપક્ષ તો ક્યાંક આપ પાર્ટી માંથી ઉમેદવારી નોંધાવી છે. તો ડીસામાં સંગઠનના માગ્યા મુજબ ટિકિટ ન મળતા ડીસા ભાજપ સંગઠનમાં નારાજગી જોવા મળી છે.

તો ભાભરમાં કોંગ્રેસ સત્તા મેળવવા મજબૂત કહી શકાય તેવા ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પાલનપુરમાં ભાજપના ચાલુ કોર્પોરેટરની ટિકિટ કપાતા આપમાં ઉમેદવારી નોંધાવી છે. ડીસામાં પણ ભાજપના ચાલુ કોર્પોરેટરની ટીકીટ કપાતા અપક્ષમાં ઉભા રહી જીતનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જોકે આ વખતે ડીસા વોર્ડ એકમાં બી એસ સી કરતી મૌસમી સાંખલાએ ભાજપ માંથી ઉમેદવારી નોંધાવી છે, જે બનાસકાંઠામાં સૌથી નાની વયની ઉમેદવાર છે. મૌસમ સાંખલાએ જણાવ્યું હતું કે અભ્યાસ સાથે મારા વિસ્તારની જનતાની સેવા પણ કરૂ અને હાલ યુવા એ દેશના નિર્માણનો પાયો છે, ત્યારે યુવાનોએ રાજકીય શેત્રે આગળ આવવું જોઇએ.

ભાજપની જીતની દાવેદારી સાથે કોંગ્રેસ પણ આ વખતે મજબૂત મુદ્દાઓ સાથે ચૂંટણી લડનાર છે. ત્યારે ડીસામાં પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહ અને તેમની પત્ની અને પુત્રી આમ એકજ પરિવારના ત્રણ સભ્યો એ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે તેમનું કહેવુ છે કે, આ વખતે અમારી સત્તા આવશે ભાજપએ પાટલી થપથપાવવા સિવાય કશુંજ કર્યું નથી.

બનાસકાંઠામાં આ વખતે ભાજપમાં ટિકિટ વહેંચણીને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલતો ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી છે, પંરતુ ઉમેદવારી પત્ર પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap