આજે અંજાર શહેર નો જન્મદિવસ હોવાથી તમામ અંજાર વાસીઓને શુભકામનાઓ.
Happy Birthday Anjar City પૂર્વ કચ્છના ઐતિહાસિક શહેર અંજારનો આજે સ્થાપના દિવસ છે.1476 વર્ષ પૂર્વે ઈતિહાસીક અંજાર શહેરની સ્થાપના કરવામાં આવી હતી.2021 ના વર્ષ મુજબ
545 મા પ્રવેશ કરશે.
અંજાર શહેર.માં 2001ના ભૂકંપ બાદ ઔદ્યોગિક વિકાસ સારો થયો છે.Welspun,Gokul oil company,Rama Cylinder વિગેરે જેવી ખુબ પ્રખ્યાત કંપનીઓ આવવાથી કારીગરો અને સંલગ્ન નોકરીઓનો અવકાશ પણ વધ્યો છે. મુંદ્રા ખાતે અદાણી પોર્ટના વિકાસ બાદ અંજાર મુંદ્રા સાથે ઔદ્યોગિક સરળતા માટે પ્રાઈવેટ રેલ્વે લાઈનની પણ સગવડતા ઉભી કરવામાં આવી છે. જુનાને જાણીતા બાંધણી અને હસ્તકળા કારીગરીના ઉદ્યોગ માટે અંજાર આજે પણ કચ્છનું અગ્રિમ શહેર ગણાય છે. એક સમયમાં તો ગવાતું કે ‘કચ્છમાં અંજાર મોટાં શહેર છે હો જી,એમાં જેસલ નાં હોય રંગ રાજ જો ‘આવું ઐતિહાસિક શહેર અંજાર આજે પણ તેના નકશી કામ વાળાં સૂડી ચાકૂ માટે ખુબ પ્રખ્યાત છે.
અંજાર શહેર 2001ના ભુકંપ બાદ કૂદકેને ભૂસકે વિકાસની ગતિએ ચારેતરફ આગળ ધપી રહ્યું છે. પરંતુ હજુ આ શહેરમાં વિકાસની અનેક તકો ઊજળી રહેલ છે. આ અંગે જયોતિષ શાસ્ત્રની અંકશાસ્ત્ર પદ્ધતિ
(પાઈથાગોરસ પધ્ધતિ)મુજબ અંજાર શહેરનો અંગ્રેજી સ્પેલિંગ મુજબ
A N J A R
1 5 1 1 9 =17={1+7}=8
આવતા અંકો
1,5,8,9
અંક શાસ્ત્ર મુજબ
અંક 1=સૂર્ય
5=બુધ
8=શનિ
9=મંગળ
અગામી 545 વર્ષમાં પ્રવેશ
{5+4+5}=14={1+4}=5 બુધ
ગણાય છે ચાલુ વર્ષ 2021 {2+0+2+1}=5 બુધ નું હોવાથી
શહેરમાં વેપાર-વ્યવસાયનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે તેમજ બેન્કિંગ સેવાઓ વધારે સુલભ બને.તમામ સરકારી કે અર્ધસરકારી ઓફીસમાં ડિજિટલ સેવાઓનું પ્રાધાન્ય વધે.
બબ્બે વખત શહેરમાં ભૂકંપ જેવી અનેકવિધ કુદરતી આફતોનો સામનો કરી ચૂકી છે પરંતુ કેટલીક માળખાગત સવલતોનો અભાવ અને કેટલાંક દૂષણો દૂર થયેલ નથી જે નજીક ના સમયમાં થશે અને વધુ વિકાસની ગતિ પકડશે.શહેરમાં દબાણ કે રોડ રસ્તા,ગટર સહિતના કામો ને પૂરતા પ્રમાણમાં વિકસામાં આવે. શહેરના નાના-મોટા અનેક પ્રશ્નો રહેલા હલ થઈ જશે તેમજ લાંબા સમયથી રહીશોની માગણી સિટી બસ સેવા ચાલુ કરવામાં આવે !! ટ્રાફિકને સમસ્યાઓની હલ કરવામાં આવશે.શહેરની નગરપાલિકા ના કામો વધુ વિસ્તરે.વીર બાળ ભુમિ સ્મારકનું કામ ઝડપી બને.જેસલ તોરલ સમાધિ પર પ્રવાસીઓ વધુ આવશે અને તે સ્થળોનો પણ વિકાસ થાય.
(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)
