આ રાશિને પરિસ્થિતિને બદલવા માટે આજનો દિવસ સારો છે, જાણો આજનું તમારૂ રાશિ ભવિષ્ય

•આજનું રાશિ ભવિષ્ય•

મેષ: પડોશીઓનું સકારાત્મક વર્તન રહેશે, આજે ઓફિસમાં વાતાવરણ સારું રહેશે, કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે.
વૃષભ: આજે તમે ધંધામાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરશો, જેમાં તમે સફળ પણ થશો, લોકો તમારી ક્ષમતાથી ખૂબ પ્રભાવિત થશે, વિદ્યાર્થીઓ નિર્ણય લઇ શકશે.
મિથુન:કાર્યક્ષેત્રે બોજો વધી શકે. બઢતીની તક મળી શકે છે,સાંજનો સમય આનંદથી ભરેલો રહેશે.

કર્ક: તમારી વ્યવહારિક વૃત્તિ વધુ રહેશે, કામ પૂરા કરવામાં મુશ્કેલી પડી શકે છે, પરિસ્થિતિને બદલવા માટે આજનો દિવસ સારો છે.
સિંહ: થાકનો અનુભવ થાય જે કામ કરો તેમાં ગુણવત્તા રાખો, સ્વાસ્થ્ય સારું રહેશે.
કન્યા: દિવસ ખૂબ સરસ રહેશે, તમારી વિચારસરણીને સકારાત્મક રાખો, તમને આગળ વધવાની નવી રીતો મળશે.

તુલા: આજે વધુ કંઇપણ માટે આગ્રહ રાખશો નહીં, જીવનસાથી માટે પ્રતિકુળતા છે, આજે તમારું શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃશ્ચિક: ફરવા જઇ રહ્યા છો તો આજનો દિવસ ખૂબ સરસ છે, કાર્યમાં અનુકુળ વાતાવરણ રહે, સ્વાસ્થ્ય આજે સારું રહેશે.
ધનુ: આજનો દિવસ અનુકૂળ રહેશે, સ્વપ્ન વાસ્તવિકતામાં ફેરવાઈ શકે, તમારા ઉત્સાહને નિયંત્રણમાં રાખો.

મકર: કુટુંબમાં વણઉકેલાયેલા મુદ્દાને હલ કરી શકાય, બાળકો આજે વધુ સમય રમવા બદનામ થઈ શકે છે. સ્વાસ્થ્ય આજે સારું રહેશે.
કુંભ: આજે તમારી વાતચીત કરવાની આવડત પ્રભાવ આપશે, વિદ્યાર્થીઓએ આજે અધ્યયનમાં સખત મહેનત કરવી પડશે, કેટલાક ફેરફાર કરવા પડશે.
મીન: આજે ઉતાર ચઢાવ અનુભવાય, સારા સમાચાર પ્રાપ્ત થશે, તમારા અંગત જીવનમાં અનુકુળતા રહે

•આજનું પંચાંગ•
તારીખ: ૦૯-૦૨-૨૦૨૧
વિક્રમ સંવત ૨૦૭૭
વાર– મંગળ વાર ,
તિથી– પોષ વદ તેરસ
નક્ષત્ર– પૂર્વાષાઢા
યોગ– વજ્ર
કરણ– ગર
આજની રાશિ– ધનુ (ભ,ધ,ફ,ઢ)
દિન વિશેષ– ભૌમ પ્રદોષ

હસિત પાઠક- જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી
[email protected]
M- 9825277440

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap