તા.૨૫ ને શુક્રવારે માગસર સુદ ૧૧ જેને મૌની,મોક્ષદા એકાદશી, ગીતા જયંતી,નાતાલ પર્વ દ્વારા ઉજવવામાં આવશે. સ્પિરિચ્યુઅલ હીલર પૂર્વી જોશી ના જણાવ્યા મુજબ આજે ત્રણ ત્રણ સંપ્રદાયો આ દિવસની ઉજવણી કરશે.મૌની એકાદશી જૈન સંપ્રદાયના લોકો મૌન પાડીને અને ઉપાશ્રયમાં નવકાર મંત્રના જાપ અને ધાર્મિક કાર્યો કરશે કહેવાય છે કે આજના દિવસે કરેલું કાર્ય અનેક ગણું ફળ આપનાર છે.
જો સારુ કાર્ય કરશો તો શુભ ફળ અને જો ખરાબ કાર્ય કરશો તો અશુભ ફળની પ્રાપ્તિ થશે. આજના દિવસે સમસ્ત વૈષ્ણવ સંપ્રદાય તથા અન્ય તમામ ભકતો દ્વારા મોક્ષદા એકાદશી એટલે કે મોક્ષ આપનાર જે વ્રત પિતૃઓને પણ શાંતિ આપનાર છે. આ દિવસે “ઓમ્ વિષ્ણવે નમઃ” ના મંત્ર જાપ પુણ્ય બળમાં વધારો કરે છે અને અનેક પ્રકારના સુખ આપનાર છે. સાથે ગીતા જયંતીનું પર્વ જે કહેવાય છે કે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાજીનું જ્ઞાન આપ્યું હતું.
આજના દિવસે મંદિરોમાં અને ઘરોમાં ખાસ ગીતાજીનું પૂજન અને વાંચનના કાર્યક્રમો યોજાશે. આજના દિવસે તમામ ખ્રિસ્તી રહીશોનો પવિત્ર તહેવાર નાતાલની પણ ઉજવણી કોરોનાને કારણે ધરે બેઠા કરશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવતો આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવાય છે.
લોકો પોતાના ઘરો સજાવે છે અને નવા વસ્ત્રો ધારણ કરે છે ચર્ચમાં જાય છે અને પ્રભુ ઈસુ અને માતા મેરી પાસે ભાવ પ્રાર્થના (prayer)કરે છે અને એકબીજાને શુભકામનાઓ આપે છે. સાથે ચર્ચમાં ફાધર દ્વારા બાઇબલના મહાન સંદેશાઓ લોકોને આપવામાં આવે છે અને મંગળ ગીતો ગાવામાં આવે છે.
(એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થા ના કાયમી સદસ્ય પૂર્વીબેન જોશી)
