સરકારી જમીન પર દબાણ કરનાર સામે લેવાશે કડક પગલાં લેવા,કલેક્ટરે આપ્યા આવા આદેશ

પંચમહાલ: જિલ્લા કલેકટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમા રાજ્ય સરકાર દ્વારા જમીન માફિયાઓને નશ્યત કરવા લાગુ કરાયેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટના અસરકારક અમલ અંગે માર્ગદર્શન આપતા તેમણે સરકારી જમીન ઉપર પ્રોફિટ કરવાના હેતુથી દબાણના કિસ્સાઓ ઉપર ખાસ ધ્યાન આપી તેની અમલવારી કરવા જણાવ્યું હતું.

તકેદારી કમિશનર દ્વારા અપાયેલ સૂચનાઓનો ઉલ્લેખ કરતા જિલ્લા સમાહર્તા દ્વારા દરેક કચેરીમાં ઇન્ટર્નલ ઇન્સ્પેક્શનની કામગીરી નિયમિત કરવા જણાવ્યું હતું. દરેક કચેરીમાં સીસીટીવી કાર્યરત હોવાને ઇચ્છનીય ગણાવતા આ બાબતે જરૂરી માર્ગદર્શન-મદદ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત, ધારાસભ્યશ અને સાંસદ ની ભલામણ સાથે આવેલી અરજીઓ, રજૂઆતોનો નિકાલ કરતા અગાઉ આ સંબંધે થયેલી નક્કર કામગીરી નિવાસી અધિક કલેક્ટર અથવા મંત્રીની ભલામણના કિસ્સામાં જિલ્લા કલેક્ટરના ધ્યાને મુકવા સૂચના આપી હતી.

સીએમ ડેશબોર્ડ પર પોતાના વિભાગને લગતી માહિતી નિયમિત રીતે અપડેટ કરવા અને રેન્કિંગ સુધારવા માટે અસરકારક કામગીરી કરવા તેમણે સૂચના આપી હતી. કચેરીઓ દ્વારા વિજિલન્સના અહેવાલની ગુણવત્તા સુધારવા તેમણે ટકોર કરી હતી. ફિક્સ પગારના કર્મચારીઓને ફીકસેશનનો સમય પૂરો થતા ફુલ પગારમાં કરવામાં કોઈ વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવા તેમણે તમામ કચેરીઓના વડાને આદેશ આપ્યો હતો.

આરટીઓ ઓફિસની સામે એકત્રિત થતા લોકો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની પગલાનું કડક પાલન કરે તે બાબતે સૂચના આપી હતી. આ ઉપરાંત, લાભાર્થીની પસંદગી પ્રક્રિયામાં પારદર્શકતા જળવાય તે સુનિશ્ચિત કરવા સૂચના પણ તેમને આપી હતી. બેઠકમાં હોસ્પિટલમાં આગ અને અકસ્માતનાં બનાવ ન બને તે માટે માર્ગદર્શિકા અનુસારની કામગીરી કરવા જણાવ્યું હતું. દરેક નગરપાલિકા ફાયર વિભાગની મોકડ્રીલ ગોઠવે અને રિપોર્ટ કરે તે માટે જણાવ્યું હતું. આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પેન્ડિંગ છે તેમને ખાતા ખોલાવવા સહિતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને શિષ્યવૃતિના લાભો અપાવવા માટે કડક સૂચના આપી હતી.

સંકલન સમિતિ ભાગ-૨ની બેઠકમાં ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી દ્વારા કરેલ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી આવતી સંકલન બેઠકમાં તે અંગે માહિતી આપવા આદેશ આપ્યા હતા. બેઠકમાં જિલ્લાના પોલીસ વડા ડો. લીના પાટીલ, નાયબ વન સંરક્ષક એમ. મીણા, નિવાસી અધિક કલેકટર એલ.બી. બાંભણીયા સહિતના જિલ્લાની સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap