ઉલટી ગંગા: પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળી યુવાને કર્યો આપઘાત, પિતાએ નોંધાવી ફરિયાદ

રવિ નિમાવત મોરબી: ભારત દેશ પુરુષ પ્રધાન માનવામાં આવે છે અને સ્ત્રીઓ પર અત્યાચારના અનેક બનાવો તેમજ દહેજ મામલે ત્રાસ આપવાની ફરિયાદો ઉઠતી રહે છે. જોકે મોરબી જિલ્લામાં ઉલટી ગંગા વહેતી હોય તેમ સાસરિયામાં રહેતા યુવાને પત્ની અને સસરાના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વાંકાનેરના રાતીદેવળી ગામે સસરાના ઘરે રહેતા મહેશ સોલંકી નામના યુવાને તાજેતરમાં ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જે બનાવ મામલે ગાંધીનગરના રહેવાસી જયંતીભાઈ બેચરભાઈ સોલંકીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના દીકરા મહેશ(ઉ.વ.૨૫)ના લગ્ન સુમનબેન ગીરધરભાઈ વીકાણી સાથે પાંચેક વર્ષ પૂર્વે લગ્ન થયેલ હોય અને તેના દીકરાના સાસુ પારૂબેન ગીરધર વીકાણી અને સસરા ગિરધર કરશન વીકાણી રહે બધા નવી રાતીદેવલી વાળાએ લગ્નજીવન દરમિયાન રસોઈ બનાવવા બાબતે તેમજ માવતરે જ રહેવું તેવી તેની દીકરીને ચડામણી કરી હતી.

જેથી તેના દીકરા મહેશ સાથે પત્ની સુમન તેવું વર્તન કરતી હોય અને ફરિયાદીના દીકરાને હેરાન પરેશાન કરી ત્રાસ આપી ત્રાસથી કંટાળી જતા દીકરાને આપઘાત કરવા ફરજ પાડતા ઝેરી દવા પી લઈને આપઘાત કર્યો હતો. પિતાની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે પત્ની, સાસુ અને સસરા સામે મરવા માટે મજબુર કર્યાનો ગુન્હો નોંધી ધોરણસરની તપાસ ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap