ઉનામાં અવાર નવાર પૈસાની ઉધરાણી કરતા કંટાળી જઇ યુવકે ફિનાઇલ પીધું

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉનામાં રહેતા યુવાને રૂપિયાની જરૂર પડતા શખ્સ પાસેથી એક વર્ષ પહેલા રૂપિયા લીધેલ ત્યારે બે ચેક પણ આપ્યા હતા. પરંતુ અવાર નવાર રૂપિયાની ઉધરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવાને પોતાના ધરે ફીનાઇ પી લેતા બેભાન હાલતમાં હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે.આ બાબતે યુવાને ઉના પોલીસમાં શખ્સ વિરૂધ ફરીયાદ નોધાવેલ હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ અશોકસિંહ રાઠોડ રહે. ગરાળ પાસેથી ધનજીભાઇ દેવજીભાઇ સોલંકીના બાપુજી બિમાર હોવાથી પૈસાની જરૂરત પડતા અશોક પાસેથી એક વર્ષ પહેલા રૂ.20 હજાર લીધેલ ત્યારે બે ચેક આપેલા ત્યાર બાદ અશોક અવાર નવાર રૂપિયાની ઉધરાણી કરી મારા રૂપિયા આપી દે નહીતર જાનથી મારી નાખવાની ધમકી આપી ભુંડી ગાળો કાઢતો હોય જેથી ધનજી કંટાળી જતા તા.17 જાન્યુ.ના પોતાના ધરેથી બે ત્રણ દિવસ સુધી રાજકોટ ચાલ્યો હતો. અને તા.21 સાંજના આવી તેના માતા પિતા અને ભાઇને આ બાબતની વાત કહી અને શખ્સ જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતો હોય તેના ટેન્શનમાં ધરમાં રહેલ ફિયાઇ પી લેતા બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ હતો. આ અંગે ધનજીભાઇ દેવજીભાઇ સોલંકીએ આ શખ્સ વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap