ગુજરાતના રાજકીય મહાનુભાવો માટે સમય યોગ્ય નથી, જાણો શું કહે છે ગ્રહોની ચાલ

ગુજરાત રાજ્યની સ્થાપના સમયની કુંડળી (તા.૦૧/૦૫/૧૯૬૦) મેષ લગ્નથી ઉદીત થાય છે. હાલમાં ૧૦માં સ્થાને મકર રાશિમાં બુધ, ગુરુ,શનિની યુતીને કારણે આજે સવારે રાજકીય દિગ્ગજ કોગ્રેસ પક્ષના પ્રખર બુધ્ધિમાન વાળા વ્યક્તિત્વ ધરાવનાર રાજ્યના ચાર વખત ચૂંટાયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ઉંમર વર્ષ ૯૪ વૃદ્ધાવસ્થાને કારણે નિધનના થયાના સમાચાર આવ્યા. જેવો કોગ્રેસ પશ્રના દિગ્ગજ નેતામાં સમાવેશ થતો. તેઓ ચૂંટણી જીતવા માટે ખામ થિયરી માટે ફેમસ હતાં. ચાર-ચાર વખત રાજ્યમાં પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ૧૮૨માંથી ૧૪૯ની સીટો હાંસલ કરનારનો રેકોર્ડ આજે પણ અંકબંધ છે, તે રેકોર્ડ કોઈ તોડી શકયો નથી. ૪૧ દિવસ અગાઉ ભારતીય જનતા પશ્રના દિગ્ગજ નેતા કેશુભાઈ પટેલ (ભૂતપૂર્વ મુખ્યમંત્રી-ભાજપ સરકાર તરફથી) ચૂંટાયેલાનું નિધન થયું હતું. આ અગાઉ રાજ્યસભાના સભ્ય અને મહાન નેતા અહેમદ પટેલ તથા અભય ભારદ્વાજ(રાજકોટ)નિધન થયેલ. બધા જ વિશિષ્ટ મહાનુભાવોને શ્રદ્ધાંજલિ સુમન…અગામી તા.૧૪થી મકરરાશિમાં સૂર્ય પ્રવેશ કરવાથી મકર રાશિમાં વધો ગ્રહોનો જમાવડો થવાથી હજુ પણ અન્ય રાજકીય મહાનુભાવો માટે કપરો સમય ગણાવી શકાય.

કોંગ્રેસ પક્ષની સ્થાપના સમયની ધન લગ્રથી ઉદીત થાય છે. લગ્નેશ ગુરુ લાભ સ્થાનમાં અને તેની ઉપર ચંદ્રની પૂર્ણ દ્રષ્ટિ પડવાથી ગજકેસરી યોગથી રચાય છે.

કોંગ્રેસ પક્ષની સ્થાપના સમયની કુંડળીમાં બીજા ભાવમાં મંગળ પરથી બુધ,ગુરુ,શનિના ભ્રમણને કારણે પક્ષમાંથી હજુ પણ અનેક રાજકીય નેતાઓ અલવિદા થાય તેઓ ગ્રહોનો સંકેત સુચવે છે. ત્રીજા સ્થાને રાહુ હોવાથી શુભ માનવામાં આવે છે.

હાલમાં વૃષભનો રાહુ છઠ્ઠા સ્થાનમાં પસાર થવાથી હરીફો સામે ફાઇટ આપશે. જેમાં મેષનો ચંદ્ર મંગળના ઘરનો પાંચમા ભાવે હોવાથી શુભ માનવામાં આવે છે. કોંગ્રેસ પક્ષ માટે આગામી સમય પરિવર્તનશીલ રહેશે. નવા-નવા યુવા નેતા તથા મહીલા નેતા વર્ગને વધુ ઉજ્જવળ તકો મળશે. આગામી સમયમાં હરીફો સામે ચોક્કસ ફાઈટ આપશે.

જાણીતા જ્યોતિષી આશિષ રાવલ
મોબાઈલ નંબર 94267 00179

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap