અગામી આ તારીખ સુધી ગ્રહોની યુતિ તેની ચરમસીમાં પર હશે, જાણો દેશમાં તેની શું અસર થશે?

સોમવારથી શરૂ થતો ફેબ્રુઆરી મહીનો જેમની જન્મ તારીખ 2,5,11,14,22,23,25 હશે તેમને લાભ્રપદ અવશ્ય બનશે તથા જન્મનો મહિનો ફેબ્રુઆરી કે નવેમ્બર હશે. તેમને પણ યાદગાર બની રહેશે. જન્મનું વર્ષ 11,20,22,25,29,31,39,45,54,63,71 તમને પણ ભાગ્ય પરિવર્તન જોવા મળશે.

હા માં શનિ અસ્તનો ચાલતો હોવાથી કુતરાઓનો મરણ દર વધે તેમજ હડકવા કૂતરાંઓનો ત્રાસ વધે !!જ્યારે ગુરુ પણ અસ્ત ચાલતો હોવાને કારણે પ્રેમ-પ્રસંગોમાં ભંગાણ પડી શકે ? કોરોનામાં રીકવરી રેટ હજુ પણ વધશે. અગામી સમયમાં ગ્રહોના મહા સંમેલન વચ્ચે આતંકીઓ વૈશ્વિક રીતે સક્રિય બન્યા છે. જાસૂસી સંસ્થાઓનો ડોળો ભારત પર વર્તાય રહ્યો છે ?

અગામી તા.૧૨ ફેબ્રુઆરીનામાં ગ્રહોની યુતિ તેની ચરમસીમા પર હશે ત્યારબાદ એક પછી એક ગ્રહ તેમાંથી નીકળતા જશે વળી ગુરુ ગ્રહ ઝડપી ચાલી રહ્યા હોય શનિ પ્લુટોથી ખાસ્સા આગળ નીકળી ચુક્યા હશે જે રાહતની વાત બનશે પરંતુ ફેબ્રુઆરીના સમયને હળવાશથી લઇ શકાય તેમ નથી. હાલ ભારત હોય કે રશિયા બધા દેશો કોઈ ને કોઈ રીતે પ્રજાના અસંતોષ વચ્ચેથી અને બીજી સમસ્યાઓ વચ્ચેથી પસાર થઇ રહ્યા છે. માર્ચ માસથી અનેક બાબતોમાં આપણે રાહતનો શ્વાસ લઇ શકીશું.

(જાણીતા જયોતિષી આશિષ રાવલ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap