આમ આદમી પાર્ટીના પ્રમુખની જાહેરમાં દારૂની મહેફીલ,વીડિયો થયો વાયરલ

કિશન બાંભણિયા,ગીર સોમનાથ: ઉના તાલુકાના આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રાજુભાઇ ગટેચાએ રાત્રી દરમ્યાન નગર પાલીકાના પ્રમુખ કે સી રાઠોડના મત વિસ્તારમાં યુવાનો સાથે તાપણુ કરીને જાહેરમાં દારૂની બોટલ સાથે મહેફીલ માણતો વીડિયો વાયરલ થતાં છે.

આ વીડિયોમાં પાલીકા પ્રમુખને બિભત્સ ગાળો બોલતા હોવાનું જોવા મળતા ઉના નગર પાલીકાના પ્રમુખ કાળુભાઇ રાઠોડે આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે વીડિયો તેમજ સીસી ફુટેજ સહીત પુરાવા સાથે પોલીસને આપી ભિમપરા ચોક વિસ્તારમાં મોડી રાત્રીના તાલુકા પ્રમુખ રાજુભાઇ ગટેચા પોતાની માલીકીની ડસ્ટર ફોરવીલમાં આવી ચાર શખ્સો તાપણુ કરી બેઠા હોય ત્યા બેસીને વિદેશી દારૂની બોટલ દારૂ પીઇને મહેફીલ માણતા અને આગમાં દારૂ રેડીને મોજમાં આવી બિભત્સ ભાષામાં ગાળો આપી પ્રોહીબીસન એક્ટના કાયદાનો ખુલ્લેઆમ ભંગ કરતો વીડીયો સામે આવતા ભારે ચકચાર સાથે પોલીસમાં કાળુભાઇ ચનાભાઇ રાઠોડે લેખિત અરજી આપી પગલા લેવા માંગણી કરેલ છે.

આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુભાઇ ગટેચાનો જાહેરમાં દારૂ મહેફીલ માણતો વીડીયો સામે આવતા ઉના નગર પાલીકા પ્રમુખ કાળુભાઇ રાઠોડે પત્રકાર પરીષદ યોજી જણાવેલ કે આવા જવાબદાર હોદા પર વ્યક્તિ હોય અને જાહેરમાં દારૂની મહેફીલ માંડી પ્રતિષ્ઠાને રહેલ વ્યક્તિનું રાજકીય હીત પ્રતિષ્ઠા ધરાવતી વ્યક્તિને જાહેરમાં નશાની હાલતમાં અધટીત શબ્દોનો ઉપયોગ કરી અમારી રાજકીય પ્રતિષ્ઠાને હાની પહોચાડવાનો ગંભીર પ્રયત્ન કરેલ છે તેની સામે કાયદેસર ફોજદારી કાર્યવાહી થવી જોઇએ અને આવનારી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આવા લોકોથી દૂર રહી લોકોની લાગણી સાથે જાહેરમાં નશો કરનારા લોકોને જાકારો આપવો જોઇએ.

આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ રાજુભાઇ ગટેચાનો વિડીયો વારયલ થતા તેનો સંપર્ક કરતા તેણે આ બાબતે કોઇ કમેન્ટ કે પ્રતિભાવ આપવા સ્પષ્ટ ઇનકાર કરેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap