ભેજાબાજ ત્રિપૂટી પોલીસના સંકજામાં,લોનના નામે કરતા હતા આવી રીતે છેતરપિંડી

પંચમહાલ: સાયબર ક્રાઈમ પોલીસે દાહોદ જિલ્લાના સૂખસર તાલૂકાના ગ્રામીણ વિસ્તારમા લોન ઇચ્છૂક નાગરિકોને લોન આપવાને બહાને મોબાઇલ નંબરથી ફોન કરીને લોન પ્રોસેસ ફ્રીના નામે નાણા મેળવીને લોન નહી આપીને છેતરપિંડી કરનારી શહેરા તાલુકામા રહેતી ઠગ ત્રિપૂટીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ ત્રિપૂટી સામે સૂખસર પોલીસ મથકમાં ફરિયાદ નોધાઇ ચુકીછે.

પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ જે.એન.પરમાર તેમજ આરઆર સેલના એ.વી.રાઠવા તથા સાયબર ક્રાઈમ ટીમની પોલીસના માણસો દિવાળીના તહેવારને અનૂસંધાને વોચમા હતા.તે સમયે આરઆરસેલના કોન્સ્ટેબલને જગદીશભાઈ પારગીને બાતમી મળી હતી કે દાહોદ જીલ્લાના સૂખસર પોલીસ મથકમાં જેમની સામે છેતરપીઁડીનો ગુનો નોધાયો છે.તે ઈસમો અલ્ટો કાર લઈને પરવડી ચોકડી પર આવાના છે.તેવી બાતમીના આધારે વોચ ગોઠવી હતી.બાતમીના વર્ણન વાળી ગાડી આવતા તેને ઉભી રાખીને તેમા બેઠેલા ત્રણ ઇસમોના નામ ઠામ પુછતા તેમના પોતાના નામ

(૧) વાળંદ નિતેષ કૂમાર ચીમનભાઈ
(૨) બામણીયા ચંદ્રકાંત રમેશભાઈ
(૩) પ્રતિપાલસિંહ મદનસિંહ સોલંકી

પોલીસની કડક પૂછપરછમા નિતેષ ચૌહાણે જણાવ્યુ હતું કે,પોતે અલ્પેશ વસોણીયા રહે ખાતરના મૂવાડા જી દાહોદની સાથે મળીને સુખસર, ફતેપૂરા તથા આજુબાજુના ગામોમા પૈસાની જરૂરિયાત વાળા લોકોનો લોનના નામે ફોન કરીને ગોધરા બોલાવીને નોટરી કરાવીને એક ગ્રાહકદીઠ લોનની પ્રોસેસ ફી ૪૬૦૦૦ મેળવીને પોતાના મોબાઇલ ફોનમાં V credit એપ્લિકેશન ડાઉનલોડ કરીને લોન મંજૂર થયાના મેસેજ કરીને નાગરિકોને લોન નહી આપીને છેતરપીંડી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે પકડાયેલા ઇસમો પાસેથી અલ્ટોકાર પણ જપ્ત કરી હતી. તેમને સુખસર પોલીસ મથક ખાતે સોપવામા આવ્યા છે.સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અન્ય કોઈ નાગરીક સાથે લોન આપવા બાબતે છેતરપીઁડી કરવામાં આવી હોય તો સુખસર પોલીસ મથકનો સંપર્ક કરવા માટે જણાવાયુ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે કોરોનાની મહામારીની અસર શહેરીની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ પડી છે.આર્થિક સંકળામણોને પહોચી વળવા માટે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો લોનનો આસરો લેતા હોય છે.આનો લાભ આવા લેભાગૂઓ ઉઠાવીને છેતરપીઁડી આચરતા હોય છે. આવી ઘટનાઓ પરથી શીખ લઈને જનતા જાગૃત થાય તે પણ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap